Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મોરબીમાં “રોટરીની ધમાલ ગલી માં”, રવિવારે બાળકો સહિતનાઓને શેરી રમતો રમાડાશે.

બાળકોને શેરી રમતોનું મહત્વ સમજાવવા અને શેરી રમતોમાં કેવી મોજ હોય છે તે સમજાવવા રોટરી ક્લબ મોરબી દ્વારા શેરી રમતોનું આયોજન કરાયું

મોરબી :  આજના આધુનિક યુગમાં નાના બાળકો શેરી રમતો રમવાને બદલે મોબાઈલ અને લેપટોપ પર ગેમ્સ રમતા હોય છે ત્યારે બાળકોને શેરી રમતોનું મહત્વ સમજાવવા અને શેરી રમતોમાં કેવી મોજ હોય છે તે સમજાવવા રોટરી ક્લબ મોરબી દ્વારા શેરી રમતોનું આયોજન કરાયું છે

રોટરીની ધમાલ ગલીમાં અંતર્ગત તા. ૨૨ ને રવિવારના રોજ સવારે ૦૭ : ૩૦ કલાકથી ભવાની જીન મિલ્સ ગ્રાઉન્ડ, નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ મોરબી ખાતે શેરી રમતો રમાડવામાં આવશે જેમાં લંગડી, આંધળો પાટો, કોથળા દોડ, દોરડા કુળ, ધમાલિયો ધોકો, ભમરડો, લખોટી, સાપસીડી, દોરડાકુળ જેવી રમતો રમાડવામાં આવશે જે રમતોત્સવમાં બાળકો સાથે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ-બહેનો પણ ક્રિકેટ, પ્લેઇંગ કાર્ડ, ચેસ અને લૂડો જેવી ગેમ્સ રમશે
જે કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, દેવેનભાઈ રબારી, સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લ, ઓમ શાંતિ સ્કૂલના ટી ડી પટેલ, ન્યુ એરા સ્કૂલના પ્રિન્સીપાલ સીમાબા જાડેજા, નીલકંઠ વિધાલયના જીતભાઈ વડસોલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે જે રમતોત્સવમાં ફ્રી એન્ટ્રી મળશે અને ઉમરની પણ કોઈ મર્યાદા નથી બાળકોથી લઈને સૌ કોઈ ભાગ લઇ શકશે

જે શેરી રમતોમાં ભાગ લેવા રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અશોકભાઈ મહેતા, સેક્રેટરી રશેષભાઈ મેહતા અને બંસી શેઠ, સિદ્ધાર્થ જોશીની યાદીમાં જણાવ્યું છે.

(12:11 am IST)