Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રૂા.૧ લાખનાં રૂા.૮ લાખ વ્‍યાજની ઉઘરાણી કરી ખેડુત યુવાનને ધમકી

જુનાગઢનાં સરગવાડાનાં યુવાનની ફરીયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૦: જુનાગઢનાં સરગવાડાનાં યુવાન પાસે રૂા.૧ લાખના રૂા.૮ લાખ વ્‍યાજની માંગણી કરી વ્‍યાજકવાદીએ ધમકી આપી હોવાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

જુનાગઢ તાલુકાના સરગવાડા ગામના વિજય ધીરજભાઇ કાપડીયા નામના ખેડુત યુવાને ભેળા જ ગામનો જીતુ નારૂભાઇ રબારી પાસેથી ખેતીની જમીનનાં રીપેરીંગ માટે એક વર્ષ પહેલા રૂા.૧ લાખ વ્‍યાજે લીધા હતા.

આ રકમનું વિજયભાઇએ ૪૨ ટકા લેખે રૂા.૩૦ હજાર વ્‍યાજ ચુકવી દીધુ હતુ છતા ફોળ ઉપર તેમજ ઘરે આવી જીતુએ પૈસા આપવા દબાણ કરી ધમકી આપી હતી.

તેમજ કોરા બેંક ચેક બળજબરીથી કઢાવી લઇ પ્રથમ રૂા.૧૯ લાખ બાદ ઓછા કરી રૂા.૮ લાખ વ્‍યાજની ઉઘરાણી કરી હોવાની ફરીયાદ વિજય કાપડીયાએ કરતા તાલુકા પી.એસ.આઇ એસ.એ.ગઢવીએ તપાસ કરી હતી.

(5:28 pm IST)