Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જૂનાગઢ કોર્પોરેશન દ્વારા બાંધકામ રેગ્‍યુલાઇઝ કરાવી લેવા આદેશ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૦ : જુનાગઢ નગરપાલિકા, મહાનગરપાલિકા, જુડા, ગ્રામપંચાયત,  તાલુકા પંચાયત મારફત બાંધકામ વિકાસ પરવાનગી મેળવવામાં આવેલ હોય પરંતુ તે બાંધકામનું વપરાશ પ્રમાણપત્ર મેળવેલ ન હોય તેવા લોરાઈઝ બિલ્‍ડીંગ,હાઈરાઈઝ બિલ્‍ડીંગ તથા વાણીજ્‍ય હેતુના બિલ્‍ડીંગો હોટેલ,રેસ્‍ટોરન્‍ટ વૈદ્યકીય વ્‍યવસાય કરતા બિલ્‍ડીંગ તથા તમામ ખાનગી રહેણાંક વપરાશ કારો / કબજેદારોએ સ્‍થળે મંજુર પરવાનગી કરતા ફેરફાર કે વધારાનું બાંધકામ હેતુ ફેર કરેલ હોય તો બિલ્‍ડીંગના વપરાશ કારોએ સંયુકત રીતે ગુજરાત અનઅધિકળત વિકાસને નિયમીત કરવાના વટહુકમ,૨૦રર૨ અંતર્ગત વધારાનું બાંધકામ અંગે  તા.૧ ૨૨/૨/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરી અને બિલ્‍ડીંગ રેગ્‍યુલરાઈઝ કરાવી લેવા  આદેશ કરાયો છે.

જે મુજબ બાંધકામ સમય મર્યાદામાં નિયમીત કરવામાં નહી આવે તો  જી.પી.એમ.સી.એકટની જોગવાઈ અનુસાર કાયદાકીય કાર્યવાહી હાથ ધરી અને બાંધકામ વપરાશ બંધ કરવામાં આવશે.

(10:46 am IST)