Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જુનાગઢ મહાનગરપાલિકા વ્‍યવસાયવેરા સમાધાન યોજનાનો લાભ ૩૧ માર્ચ સુધી લઇ શકશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૦ :  શહેરમાં વ્‍વવસાય, વ્‍યાપાર, ધંધો, રોજગાર વેરા અન્‍વવેના ગુજરાત સરકાર દ્વારા ભસસાવવેરાનો કાયદો અમલમાં મુકેલ છે. જે અંતગંત સરકારના આદેશ મુજબ ‘‘વ્‍યવસાય વેરા સમાધાન યોજના-૨૦૨૨'' અમલમાં મુકવામાં આપેલ છે. જે અંતર્ગત રાજય સરકારે ઠરાવ્‍યા અનસાર નોંધણી નંબર કે એનરોલમેન્‍ટ પ્રમાણપત્ર મેળવેલ ન હોય તેવા તેમજ તે મેળવેલ હોય, પરંતુ ભરવાપાત્ર વેરો ભરેલ ન હોય કે ઉઘરાવેલ ન હોય અને પોતાની આવી ક્ષીતી સુધારવા ઈચ્‍છતા કરદાતાઓ માટ રાહત યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

જે અંતર્ગત વ્‍યવસાય કરતી વ્‍યક્‍તિ કે સંસ્‍થાઓ જેઓ વ્‍યવસાય વેરા નંબર મેળવવાને પાત્ર થાય છે પરંતુ વ્‍યવસાય વેરા એનરોલમેન્‍ટ નંબર ધરાવત નથી. તેઓ આ વેરા સામાધાન યોજનાના સમય દરમ્‍યાન વ્‍યવસાય વેરા નંબર મેળવવા અરજી કરે અને ઉકત સમય દરમ્‍યાન નિયત દરે ભરવાપાત્ર રકમનું ચલણ રજૂ થયેલી તેને તરત જ એનરોલમેન્‍ટ પ્રમાણપત્ર આપવામાં આવશે અને દંડ તેમજ શિક્ષાત્‍મક કાયંવાહીમાંથી મુકિત આપવામાં આવશે તથા જે વ્‍યવસાયીઓ વ્‍યવસાય વેરા કાયદા હેઠળ અનરોલમેન્‍ટ પ્રમાણપત્ર ધરાવે છે પરંતુ તેઓએ કોઈ કારણોસર વ્‍યવસાય વેરો ભર્યો નથી તેવા વેરાના કારણોસર  જેટલા વર્ષનો વ્‍યવસાય વેરો બાકી હોય તેટલા વર્ષની વ્‍યવસાય વેરાની રકમ નિયત દરે ભરી નિયન નમુનામાં અરજી કરે તો તેઓને આકારવાપાત્ર વ્‍યાજમાંથી મુક્‍તિ આપવામાં આવશે અને દંડ તેમજ શિક્ષાત્‍મક કાર્યવાહીમાંથી મુક્‍તિ આપવામાં આવશે.

આ ઉપરાંત આ યોજના અન્‍વયે કામે રાખનાર નિયોકતા કે જેઓએ વ્‍યવસાય વેરા હેઠળ નોંધણી નંબર મેળવેલ નથી અને વેતનદારો પાસેથી વ્‍યવસાય વેરો ઉઘરાવેલ નથી તેમજ સરકારમાં જમા કરાવેલ નથી તેઓ આ વેરા સામાધાન યોજનાના સમય દરમ્‍યાન રજીસ્‍ટ્રેશન મેળવવા અરજી કરે અને નિયત દરે ભરવાપાત્ર રકમનું ચલણ રજૂ  થયેથી  તેઓને રજીસ્‍ટ્રેસન પ્રમાણપત્ર આપવામાં આવશે અને આકારવ પાત્ર વ્‍યાજમાંથી મુકિત આપવામાં આવશે તેમજ તેઓને દંડકીય અને શિક્ષાત્‍મક કાર્યવાહીમાંથી મુક્‍તિ આપવામાં આવશો. તથા નિયોકતાએ તેમના વેતનદારો પાસેથી વ્‍યવસાય વેરો ઉઘરાવેલ હોય પરંતુ સંબંધિત સત્તાધિકારી  સમક્ષ જમા કરાવેલ ન હોય તેવા નિયોક્‍તાના જો ઉઘરાવેલ વ્‍યવસાય વેરાની રકમ માસિક ૧.૫%(ટકા) લેખે વ્‍યાજ સહિત ભરે તો તેઓને દંડકીય કાર્યવાહીમાંથી મુકિત આપવામાં આવશે અથવા નિયોકતાએ જો વેરા ઉઘરાવેલ જ ન હોય તો તેઓને વ્‍યાજ અને દંડકીય કાર્યવાહીમાંથી મુક્‍તિ આપવામાં આવશે.

 આ બાબતેની વિસ્‍તળત જાણકારી વ્‍યવસાયવેરા શાખા રૂમ નં ૨૦૭ બીજો માળ, મહાનગરપાલિકા કચેરી, આઝાદચોક જુનાગઢ ખાતેથી કામકાજના સમય દરમ્‍યાન મળી રહેશે. 

(1:17 pm IST)