Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જેતપુરના કેરાળી ગામે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ યોજાશે

 (કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૨૦ :  જેતપુર તાલુકાના કેરાળી ગામે ત્રિવેણી સંગમ તીર્થ ક્ષેત્ર ગણાતા શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિરનો મૂર્તિ  પ્રાણ  પ્રતિષ્‍ઠાન મહોત્‍સવ મહંત શ્રી ૧૦૮ શ્રી મધુસુદનદાસ બાપુ ગુરૂ શ્રી ૧૦૦૮ શ્રી રામ પરમહંસ બાજરીયા બાપુ ની નિશ્રામાં આગામી તારીખ ૨૩ ૧ ૨૦૨૩ થી ૨૫ ૧ ૨૦૨૩ સુધી ધર્મસભર કાર્યક્રમો યોજાશે.

 મહા સુદ ત્રીજ અને ૨૩ તારીખ સોમવારે સવારે આઠ કલાકે હેમાદ્રી પૂજન ત્‍યારબાદ ગણેશ પૂજન અને સોમવારે સવારે ૧૦ કલાકે મૂર્તિની નગર યાત્રા યોજાશે ત્‍યારબાદ ૨૪ તારીખે મંગળવારે સવારે ૯ કલાકે જળયાત્રા તેમજ ૧૦૮ કળશ સહિત મૂર્તિના વિવિધ સંસ્‍કાર અને સાયમ આરતી, રાત્રિના સમયે સંતવાણી ના આરાધકો હરશુખગીરી ગોસ્‍વામી તેમજ લલીતાબેન ઘોડદ્રા, અને સાહિત્‍યકાર પીવી જાદવ સહિત કલાકારો દ્વારા ભક્‍તિસભર ભજનનો કાર્યક્રમ યોજાશે તારીખ ૨૫ અને બુધવારના રોજ સવારે ૯ કલાકે પુષ્ટિ શાષાી શ્રી રઘુ પ્રસાદ અને ઈન્‍દુલાલ જોશી યજ્ઞ આચાર્યોના નેતળત્‍વ હેઠળ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પૂજા અને  પ્રાણ  પ્રતિષ્‍ઠાન  પ્રધાન હોમ શાંતિ ઓમ કરવામાં આવશે. ધર્મ મંગલ મહોત્‍સવમાં સાધુ-સંતોમાં રામભુષણદાસજી મહારાજ કરસનદાસ બાપુ પરબધામ, વિષ્‍ણુ પુરી બાપુ જુના અખાડા સ્‍વામી હરિહરાનંદ સરસ્‍વતીજી ભગવાનદાસ બાપુ અમદાવાદ રામબાલકદાસજી બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્‍થિત રહેશે.

યોજાનાર  પ્રાણ  પ્રતિષ્‍ઠાન મહોત્‍સવમાં આફ્રિકા, મુંબઈ તેમજ ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાંથી સેવક સમુદાય બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.

(10:47 am IST)