Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

કોડીનારમાં જિલ્લા-તાલુકા સ્‍તરીય કક્ષાનો રમોત્‍સવ

કોડીનાર : તાજેતરમાં નેહરુ યુવા કેન્‍દ્ર જુનાગઢ (ગીર સોમનાથ) દ્વારા જિલ્લા-તાલુકા સ્‍તરીય કક્ષાની રમત-ગમતનું આયોજન જવાહર નવોદય વિદ્યાલય કોડીનારમાં કરવામાં આવ્‍યું હતું. જેમાં ૧૧૦ દીકરીઓએ વોલીબોલ રમતમાં તથા ૧૧૦ ભાઈઓએ ફૂટબોલ રમતમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે વોલીબોલમાં લોટસ ટીમ વેજતા અને ફૂટબોલમાં રોકી ટીમ વિજેતા થઈ હતી. વિજેતા ટીમને શિલ્‍ડ અને પ્રમાણપત્ર તેમજ અન્‍ય ટીમોને -માણપત્રથી સન્‍માનિત કર્યા હતા. આ સ્‍પર્ધાના રેફ્રી તરીકે વ્‍યાયામ શિક્ષક નીરજ જાની સર અને વ્‍યાયામ શિક્ષિકા લતાબેન પાટલે હતા. આ પ્રારંભિક કાર્યક્રમની ઉપસ્‍થિત દરમિયાન જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય   એસ.વી. પાટીલ સાહેબ તેમજ નીરજ જાની તેમજ લતાબેન પાટલે હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નેહરૂ યુવા કેન્‍દ્ર જૂનાગઢ (ગીર સોમનાથ)ના ભૂતપૂર્વ એ.પી.એ. પ્રતાપસિંહ પરમાર તથા બ્‍લોક કોડીનારના એન.વાય.વી દેવલબેન સોલંકી અને  પૂર્વ એન.વાય.વી કોડીનાર તાલુકાના કનકસિંહ સોલંકી તથા સુત્રાપાડા તાલુકાના એન.વાય.વી. સતિષકુમાર ચાવડા અને એન.વાય.વી. ધાર્દિકસિંહ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. (તસ્‍વીર- અહેવાલ : અશોક પાઠક કોડીનાર)

(10:48 am IST)