Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

અમરેલી ઈફકો દ્વારા બ્‍લેન્‍કેટ વિતરણ

અમરેલી  : ઈફકો માત્ર સહકારી પ્રવળતિનુ જ માધ્‍યમ નહિ પરંતુ સામાજીક સેવા પ્રવળતિઓમા પણ અગ્રેસર રહી કામ કરી રહેલ છે.જેમા છેલ્લા કેટલાક દિવસથી હાડ થીજાવે તેવી કડકડતી ઠંડી સામે રક્ષણ મેળવવા ઈફકો દ્વારા દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે શહેરના વિવિધ વિસ્‍તારોના જરૂરતમદોને બ્‍લેન્‍કેટ વિતરણ કરીને ઠંડીમા માનવતાની હૂંફ પ્રસરાવી છે. શહેરના રામજી મંદિર ચોક વિસ્‍તારના ભીક્ષુકો સહિતના અન્‍ય વિસ્‍તારોના લોકો કે, બ્‍લેન્‍કેટ વિતરણ કરવામા આવેલ. આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, વા.ચેરમેન મુકેશભાઈ સંઘાણી, એમ.ડી.ડો.આર.એસ.પટેલ, જનરલ મેનેજર ધાર્મીકભાઈ રામાણી, ભાજપ અગ્રણી તુષારભાઈ જોષી, રાજેશભાઈ માગરોળીયા, નગર પાલીકા કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ શેખવા, હિરભાઈ બાભરોલીયા, અશોકભાઈ જોગાણી, ઋજુલભાઈ ગોંડલીયા, ઈફકોના ફીલ્‍ડ ઓફીસર પ્રતિકભાઈ રામાણી સહિતના લોકો આ તકે ઉપસ્‍થિત રહયા હોવાનુ સંસ્‍થાની યાદીમાં જણાવાયેલ છે.(તસ્‍વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ અમરેલી)

(10:52 am IST)