Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મોરબીના આર્મી ઓફિસર સુબેદાર સહદેવસિંહ ઝાલાનું સન્‍માન

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૦ : તાલુકાના રવાપર(નદી) ગામના સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા ૧૯૯૪માં સેનામાં સૈનિક તરીકે ૧૬ વર્ષની નાની ઉંમરમાં જોડાયેલા હતા. તેઓએ ઉતરોતર ભરતી મેળવી ૨૦૧૫માં જુનિયર કમિશન ઓફિસર તરીકેનું પ્રમોશન મેળવેલ. આ ઉપરાંત ૨૦૨૨માં સુબેદાર તરીકે ફરજ બજાવી ૨૮ વર્ષે સેવા નિવળત થયેલ. તેઓના મૂળ ગામ રવાપર ખાતે સરપંચ બલભદ્રસિંહ એમ ઝાલાની આગેવાની હેઠળ સન્‍માન સમારંભ યોજાયેલ. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે ડો. જયેન્‍દ્રસિંહજી જાડેજા મેનેજિંગ ડિરેક્‍ટર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રમુખ, રાજપૂત સમાજના દશરથસિંહ ઝાલા, વી.એસ. જાડેજા ગુજરાત પ્રદેશ પ્રમુખ કરણી સેના, ભરતસિંહ જાડેજા પ્રમુખ માજી સૈનિક મંડળ જામનગર, એચ કે જાડેજા, અશોકસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, એક્‍સઆર્મી ઓફિસર દિલુભા ઝાલા, રંગપરના નિરૂભા ઝાલા વગેરે ઉપસ્‍થિત રહેલ.

જેમાં મોરબીના ડો. મિલનકુમાર ઉધરેજા જેઓ મોરબી જિલ્લાના પ્રથમ એમડીએસ છે અને જેઓને યુનિયન કેબિનેટ મંત્રી દ્વારા એવોર્ડ મેળવેલ છે તેમજ ડોક્‍ટર હાર્દિક જેસવાણી જેઓ હિતમ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ છે તથા હેતલબેન કે જેઓ અનસ્‍ટોપેબલ વુમન વોરિયર ગ્રુપના પ્રમુખ છે તથા પિયુષ બોપલીયા યુવા આર્મી ગ્રુપના પ્રમુખે સમારોહમાં ઉપસ્‍થિત રહી સન્‍માન કર્યું હતું. આ સમારોહમાં આગેવાન ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જે બદલ સહદેવસિંહ ઝાલાના મોબાઈલ નંબર ૮૮૭૫૭ ૧૧૮૪૩ પર રાષ્‍ટ્રપ્રેમી લોકો તથા સ્‍નેહીઓ દ્વારા શુભેચ્‍છા સંદેશા આવી રહ્યા છે.

(10:53 am IST)