Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા યોજાયેલ આયુષ મેળામાં તંદુરસ્‍ત સિનિયર સિટીઝન સ્‍પર્ધામાં બ્રાહ્મણ દંપતિએ દાખવ્‍યો તંદુરસ્‍તીનો જોશ

પતિ પ્રથમ નંબરે અને પત્‍ની બીજા નંબરે વિજેતા

(જિનુ જોષી દ્વારા)જુનાગઢ તા.૨૦ : ભૂતનાથ મંદિર પાસે આવેલા દોમડીયા વાડીમાં જિલ્લા આયુર્વેદ અધિકારી તથા સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સિનિયર સિટીઝન માટે કેમ્‍પમાં અલગ ઓપીડી તથા તંદુરસ્‍ત સિનિયર સિટીઝન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ સ્‍પર્ધામાં જૂનાગઢના સિનિયર સિટીઝન ઔદિચ્‍ય ખરેડી બ્રાહ્મણ દંપતીએ ભાગ લીધેલો હતો. બંને પતિ પત્‍નીએ બીપી, ડાયાબિટીસ, હિમોગ્‍લોબીન, rbs bmi હાઈટ વેટ વગેરે ફૂલ બોડી ચેકઅપ કરાવેલ. જેમાં બંનેના તમામ રિપોર્ટ નોર્મલ આવેલ અને બંનેની તંદુરસ્‍તી સારી જોવા મળેલ. ૭૬ વર્ષના પીજીવીસીએલના નિવળત્ત કર્મચારી દિનેશભાઈ જે. જોશી નો બોડી ચેકઅપ રિપોર્ર્ટ સૌથી સારો આવતા તંદુરસ્‍તી સ્‍પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ છે. જ્‍યારે તેમના પત્‍ની ૬૮ વર્ષના તરૂબેન ડી. જોશીનો બોડી ચેકઅપ રિપોર્ટ સારો આવતા તેમણે બીજો નંબર મેળવેલ છે. આ દંપતી શારીરિક કસરત, રમતગમત, એથ્‍લેટીક  સ્‍પર્ધામાં સારો રસ દાખવે છે. તેનું કહેવું છે કે તંદુરસ્‍ત રહેવું હોય તો સતત ક્રિયાશીલ, ગતિશીલ અને સાહસિક રહેવું જોઈએ અને સ્‍વાસ્‍થ્‍ય જીવનશૈલી અપનાવી જોઈએ. આ માટે સંતુલિત ખોરાક, કસરત, ઝડપથી ચાલવું, યોગ, નિયંત્રિત વજન વગેરે કરવું જોઈએ. આ દંપતિ તંદુરસ્‍તી સ્‍પર્ધામાં વિજેતા થતા જિલ્લા આયુર્વેદ અધિકારી તથા સરકારી મહાવિદ્યાલયના આચાર્ય દ્વારા ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્‍માન કરેલ તથા અભિનંદન પાઠવેલ હતા.

(10:54 am IST)