Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જામકંડોરણાના સાતોદળ ગામે યુવાને ગળાફાંસો ખાઇ મોતને ભેટયો

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.ર૦ : જામકંડોરાણા તાલુકાના સાતોદળ ગામે રહેતા હરપાલસિંહ કેશુભા જાડેજા નામના યુવાને કોઇ અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાઇ જતા તેની ડેડબોડી જામકંડોરણા સરકારી હોસ્‍પીટલ ખાતે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય હતી. આ બનવાથી નાના એવા  સાતોદળ ગામમા ઘેરા શોકની લાગણી ફેલાય હતી.

આ બનાવ અંગે જામકંડોરણા પોલીસના બીટ જમાદાર લાલજીભાઇ જાબુકીયા તપાસહાથ ધરી છે.

(11:30 am IST)