Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

કોડીનર પોલસની રીમીયો સામે લાલ આંખ

ધૂમ સ્‍ટાઇલમાં ફરતા લવર મૂછીયા રોમિયોને જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવાયું

કોડીનાર તા.૨૦ :   કોડીનાર શહેરમાં છેલ્લા ઘણા સમય થી જાહેર વિસ્‍તારોમાં લવર મુછીયા રોમીયાઓ ની રોમિયોગીરી ફૂલી ફાલી હોવાની ઉઠેલી ફરીયાદોનાં અનુસંધાને આજે કોડીનારના પી.આઇ.એ.એમ. મકવાણા તેમજ  પ્રોબેસન પી.આઇ. છેલાણા દ્વારા એ ફિલ્‍મી ઢબે એક્‍શન સિન સપાટા મારતા ધૂમ બાઈક ચાલકો તેમજ રોમિયોગીરી કરતા લવર મૂછીયાઓ સામે લાલ આંખ કરી કડક ઝુંબેશ હાથ ધરી વેરાવળ હાઇવે,સુગર ફેકટરી રોડ, દેવલી રોડ અને ઉના રોડ ઉપર આવેલ સ્‍કૂલ કોલેજ આસપાસ પેટ્રોલિંગ ગોઠવી અને ખાસ કરીને એસ.ટી.બસ સ્‍ટેન્‍ડ ખાતે વોચ ગોઠવી સિન સપાટા વિદ્યાર્થીનીઓ ઉપર રોમિયોગિરી કરતા લવર મૂછિયા મજનુઓને પકડી પાડી જાહેરમાં ઊઠક બેઠક કરાવી દંડ કરી શાન ઠેકાણે લાવી શિક્ષાત્‍મક કાર્યવાહી કરી મજનુંઓ ને પાઠ ભણાવી પી.આઇ. છેલાનાં એ એસ.ટી.સ્‍ટેન્‍ડ ઉપર હાજર વિદ્યાર્થીનીઓ ને કોઈપણ અજાણ્‍યા યુવકો તેમનો પીછો કરે કે પજવણી કરે કે રોડ ઉપર સ્‍ટંટ કરતા દેખાય તો વિના સંકોચે નિર્ભય બની શાળા કોલેજને અથવા પોલીસનો સંપર્ક કરવા અને સલામતી અંગે સલાહ સૂચનો આપી મહિલાઓની સલામતી માટે પોલીસ હમેશાં તેમની સાથે જ હોવાનો વિશ્વાસ આપ્‍યો હતો.

આજ ની પોલીસની કામગીરીને પ્રજાજનો અને અગ્રણીઓ એ આવકારી રોમિયોગીરી કરતા તત્‍વોને કડક સબક શીખવાડી ઉદાહરણરૂપ દાખલો બેસાડવા માંગ કરી હતી.

 આ ટ્રાફિક જુંબેશમાં પોલીસ દ્વારા ૧૧ બાઈક ડીટેન કરી ,૬ એન.સી અને ૩૦૦૦ નો દંડ વસુલ્‍યો હતો આ કામગીરી માં જશપાલ સિંહ, ભાવસિંહભાઈ પરમાર, ભાવેશભાઈ ગુર્જર, શૈલેષભાઈ વગેરે સ્‍ટાફનાં જોડાઈ અને કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી.

(11:44 am IST)