Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મોટી પાનેલીમાં ચાલીસ વર્ષ જુના સહપાઠીઓનું પ્રેમમિલન

મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં મિત્રતાની મિસાલના ઉમદા દ્રશ્‍યો જોવા મળેલ હતા જેમાં મોટી પાનેલીના વર્ષો જુના મિત્રો ચાર દાયકા પછી દેશ વિદેશ થી વતનમાં આવી એકબીજાને મળતા લાગણીભીના દ્રશ્‍યો સામે આવેલ મોટી પાનેલીની એક વખતની શિક્ષણ જગતમાં પ્રસિદ્ધ એવી પંડિત નહેરુ પ્રાથમિક શાળા તેમજ કે.જે.પટેલ હાઈસ્‍કૂલમાં ધોરણ પાંચ થી દસ સુધીનો અભ્‍યાસ સાથે ગ્રહણ કરનારા અને પાનેલીની જે તે સમયની પ્રસિદ્ધ ક્રિકેટ ટિમ પાનેલી ઇલેવન ના ખેલાડીઓ જે રણજી ટ્રોફી સુધી સિલેક્‍શનમાં પ્રવેશ મેળવ્‍યો હોય તેવા પ્રસિદ્ધ ખેલાડીઓ કે જે પાનેલી મોટી માટે ગૌરવ પ્રદાન કરેલ તેવી ટીમના સદસ્‍યો અને સહ અધ્‍યાયીઓ ચાલીસ ચાલીસ વર્ષના વાણા વીતી ગયા બાદ રાજુભાઈ રાવલ હાલ જૂનાગઢ અને કિશોરભાઈ ગજેરા હાલ ઓસ્‍ટ્રેલિયા ના સઘન પ્રયત્‍નો અને મિત્રપ્રેમ ને લીધે આજરોજ પાનેલી મુકામે ટિમના સદસ્‍ય અને નિવૃત આચાર્યશ્રી અશોકસિંહ જાડેજાના ફાર્મહાઉસ ખાતે પ્રેમમિલન રૂપી સમારોહ ગોઠવેલ જેમાં વીસથી પચીસ જેટલાં સહ અધ્‍યાયીઓ મળ્‍યા હતા જેમાં અમુક મિત્રો વિદેશથી ખાસ ઉપસ્‍થિત રહ્યા હોય તો અમુક દેશના જુદા જુદા રાજયોમાં વસવાટ કરતા હોય જે તમામે પોતાનો સમય કાઢી પાનેલીમાં પોતાના માદરે વતન પધારી મિત્રોના પ્રેમનો લ્‍હાવો લીધો હતો જયારે આ પરમ મિત્રો એકબીજાને મળ્‍યા ત્‍યારે હર્ષભીના દ્રશ્‍યો જોઈને એકબીજા ને ગળે વળગી પોતાની સુખઃ દુઃખની વાતો શેર કરતા જૂની યાદોને વાગોળી હસી ખુશીની છોળો પણ ઉડાડી હતી યુવાન વયે જે મજાક મસ્‍તી અને ક્રિકેટ મેચોમાં મેળવેલ કામયાબીની વાતો ઉજાગર થતા મિત્રો ભાવવિભોર બન્‍યા હતા. મજાની વાત એ છે કે આજે ચાર ચાર દાયકા બાદ પણ આ મિત્રો મિત્રતા ને ભૂલ્‍યા નથી જે આજના નવ યુવાનો માટે દાખલારૂપી ઉદાહરણ છે કે મિત્રતા કેવી હોવી જોઈએ. આજે મળેલ મિત્રોમાં કિશોરભાઈ ગજેરા હાલ ઓસ્‍ટ્રેલિયા રાજુભાઈ રાવલ હાલ જુનાગઢ અશોકસિંહ જાડેજા, નિલેશભાઈ, લલિતભાઈ પરમાર, નીતિનભાઈ સવજિયાણી, ભૂપતસિંહ જાડેજા રાજુભાઈ ખાંટ ગિરધરભાઈ કુકડીયા, કે.પી.ચાવડા, જીતુભાઇ માખેચા, અનિલભાઈ ઝાલાવડીયા, રમણીકભાઈ ભુવા, જયેશભાઇ દુતિયા, વિજયભાઈ ચંદારાણા વગેરે મિત્રોએ વનભોજન લઈને એકબીજાને યાદગીરી બક્ષિસ આપી છુટા પડતા ભવિષ્‍યમાં ફરીથી ફેમિલિ સાથે સ્‍નેહમિલનનુ આયોજન કરવાનો કોલ આપ્‍યો હતો. (તસ્‍વીર-અહેવાલઃ અતુલ ચગ-મોટી પાનેલી)

(11:45 am IST)