Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

બોટાદ : નવા સુરજદેવળમાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન

બોટાદ,તા.૨૦ : સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના પ્રમુખ પીપળીયાના શ્રીભરતભાઈ ધાધલની નવા સૂરજ દેવળ મંદિરે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયેલ તેમા ગુજરાત ભરમાથી હજારો ની બહોળી સંખ્‍યામાં કાઠી દરબાર સમાજના મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ શીવરાજભાઈ, મુન્નાભાઈ, વિંછીયા દ્વારા કાઠી દરબાર સમાજમાંથી કુરિવાજો ને દુર કરવા હાકલ કરવામાં આવેલ ત્‍યારે સમગ્ર કાઠી દરબાર સમાજે સ્‍વીકાર કરતાં બહુમતી થી કુરિવાજોને જાકારો આપવામાં આવેલ આ તકે ગુજરાત ભરમાથી પધારેલ કાઠી દરબાર સમાજના મહાનુભાવો નુ સન્‍માન કરવામાં આવેલ તેમાં સાવરકુંડલાના પ્રતાપભાઈ ખુમાણનું સન્‍માન કરતાં સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના પ્રમુખ   ભરતભાઈ ધાધલ તથા  મેંદરડાના મુળુભાઈ ખુમાણ નુ સન્‍માન કરતાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ રબારીકાના શીવરાજભાઈ, મુન્નાભાઈ, વિંછીયા તથા અહમદાવાદ, અડાલડના કાર્તિકભાઈ ધાધલનું સન્‍માન કરતાં સણોસરાના કનુભાઈ ખાચર તથા ભંગડા ના મહાવીરભાઈ વાળાનું સન્‍માન કરતાં સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદના સામતભાઈ જેબલીયા તથા ભુવા ના રણધીરભાઈ વિંછીયાનું સન્‍માન કરતાં પીયાવા ના પ્રદીપભાઇ ખાચર તથા રાજુલાના જીવાભાઈ મકવાણા નુ સન્‍માન કરતાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ રબારીકાના શીવરાજભાઈ,  મુન્નાભાઈ,  વિંછીયા તથા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ સામતભાઈ જેબલીયા નુ સન્‍માન કરતાં ભંગડા ના મહાવીરભાઈ વાળા તથા પાડરસીંગા ના રણજીતભાઇ ખુમાણનું સન્‍માન કરતાં રૂપાવટી ના સુરાભાઈ વિકમાં વિગેરે સમજના આગેવાનોના સન્‍માન કાર્યક્રમ પછી અનેક મહાનુભાવો એ પોતપોતાના વિચારો સમાજ સમક્ષ રજૂકેલ આ તકે પ્રમુખ મુન્નાભાઈ વિંછીયા દ્વારા જુના રીતરિવાજો મા સુધારો કરી અત્‍યારનાં આધુનિક રીતરિવાજો અપનાવા અને શિક્ષણ ઉપર ભાર મુકવામાં આવેલ અને જરૂરીયાતનો હોય તેવા બહેનો દીકરીને સાદા મોબાઇલ વાપરવા, લગ્ન પ્રસંગે તાણ કરવા નો જાવુ ફોન મેસેજ થી આમંત્રણ આપી દેવું, ,સાદુ પાણીવાળ કરવું, કસુબાનો રીવાજ બંધ કરવો, સમાજના ગંગા સ્‍વરૂપ બહેનો ને અને કોઈ પણ પ્રકારના જરૂરિયાત મંદોને જેતે પ્રકારે સહયોગ કરવો જરૂરીયાત મંદ બાળકો ને શિક્ષણ અપાવી નોકરી ધંઘે લગાડવામાં મદદ કરવી વિગેરે અનેક બાબતોની ચર્ચાવિચારણા કરવામાં આવેલ અને તેનો અમલ આજથી કરવો ,અને વધારે વખત થાય તો ભલે નકર વર્ષમાં એકવખત પુર્વજોના પાળીયાઓને સીંદુર ચડાવવું આ રીતે અનેક મુદાની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવેલ તેમ સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવે છે.

(11:46 am IST)