Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સામાજીક કાર્યકર શિક્ષણ શાષાી વલ્લભભાઇ કાલરીયાનો કાલેજન્‍મદિવસ

ઉપલેટા,તા.૨૦ : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે વલ્લભભાઈ કાલરિયાનો તા. ૨૧-૦૧-૧૯૪૫ ના રોજ જન્‍મ થયો. પ્રાથમિક શિક્ષણ છાડવાવદરમાં પુરૂં કરી હાઈસ્‍કૂલ, કોલેજનું ભણતર રાજકોટ પુરૂ કરેલ. સને. ૧૯૬૮ની સાલમાં કોટક સાયન્‍સ કોલેજમાં જી. એચ. તરીકે ચૂંટાયેલ હતાં. રાજકોટ જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિમાં રહી ઉમદા કામગીરી કરેલ, સને. ૧૯૬૯ ની સાલમાં ઉપલેટા તાલુકાના લાઠ ગામે વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાયા. ત્‍યારપછી ખાંભા તાલુકાના ઈંગોરામાં, ગોંડલ તાલુકાના બાંદરા તથા ગ૨નારા હાઈસ્‍કૂલોમાં આચાર્ય તરીકે ફરજો બજાવેલ. આ દરેક ગામોમાં શિક્ષણ સંસ્‍થાઓ બંધાવેલ. સને. ૧૯૮૫ ની સાલમાં ધોરાજી તાલુકાના ભોલગામડા ગામે પોતાની મહેનત આપ બળે હાઈસ્‍કૂલ ઊભી કરેલ. આ સંસ્‍થામાં ૧૭-વર્ષ આચાર્ય મેનેજમેન્‍ટની ફરજ બજાવી ૨૦૦૩ ની સાલમાં નિવળત્ત થયા. રાજકોટ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે ઘણાં વર્ષો બિનહરીફ ચૂંટાઈ શિક્ષણ અને સામાજિક કાર્યો કરેલ હતાં, ભવિષ્‍યમાં શ્રી વલ્લભભાઈ જુદી - જુદી સંસ્‍થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન - બોલાવી પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષણિક તેમજ સામાજિક કાર્યકરે તેના માટે એક સમિતિની રચના ક૨વા ઈચ્‍છા ધ૨ાવે છે. (નં. ૯૧૭૩૭ ૩૭૦૧૯ )છે.

(11:48 am IST)