Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

પોરબંદરના વિકલાંગ ભીમાભાઈ ખૂંટીની અદ્દભૂત સિધ્‍ધિઃ ગુજરાત, વેસ્‍ટઝોન ક્રિકેટ ટીમના કેપ્‍ટન

મન હોય તો માળવે જવાય

રાજકોટઃ મનહોય તો માળવે જવાય,હમકો મન કી શકિત દેના ખુદ કી જય કરે... જેવા ગીતો આપણે ગમે છે આજે આવા જ એક યુવાનની વાત કરવી છે જેને મનની શકિતના આધારે નાનપણમાં ક્રિકેટ રમવાના સપના જોયા મન બનાવ્‍યું અને આજે તેઓ જાણીતા ક્રિકેટર બની ગયા છે એટલું જ નહીં ગુજરાતની અને વેસ્‍ટ ઝોનની વિકલાંગ વ્‍લીલચેર  ક્રિકેટ ટીમના તેઓ કેપ્‍ટન પણ છે. તે છે પોરબંદરના ભીમા ખુટી

રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્‍ચે રમાયેલા ટી-૨૦ મેચ જોવા આવેલા ભીમા ખૂટી સાથે રૂબરૂ વાત કરવાની તક મળી. ભીમાભાઇ તેમના પરિવાર સાથે પોરબંદર થી ૨૦ કિલોમીટર દૂર આવેલા છેરણ ગામે રહે છે તેઓ એક વર્ષની ઉંમરના હતા ત્‍યારે જ કમનસીબે પોલિયોના ભોગ બન્‍યા હતા અને તેઓ બંને પગે વિકલાંગ બની ગયા હતાં.  એમને ભણવા માટે ગામથી અડધો કિલોમીટર દૂર શાળામાં મોકલાયા હતા. તેમને બંને પગે પોલિયો અને ગરીબી એટલી બધી હતી કે શાળાએ જવા કોઈ સાધનોનો ઉપયોગ પણ ન કરી શકે. પણ તેને તેણે મન કાબુમાં કર્યું ,પોતે ધસડાતા, ધસડાતા સ્‍કૂલે જતા હતાં. તેઓ ધસડાઈ ધસડાઈને શાળાએ જતાં અને પાછા આવતા હતાં. ભણતા ભણતા બાળપણથી જ તેમને ક્રિકેટનો રંગ લાગ્‍યો હતો. કોમેન્‍ટ્રી સાંભળીને તેમને પણ થતું કે, કાશ હું પણ મેદાનમાં જઈને બેટ ઘૂમાવી શકતો હોત, બોલ ફેકી શકતો હોત. ના એમના હૃદયની વાત જાણે કુદરતે સાંભળી હોય તેમ પહેલી વાર ભારતમાં વિકલાંગ લોકો માટે વ્‍હીલ ચેર ક્રિકેટ રમવા માટે સંસ્‍થાની રચના થઈ. ભીમાભાઇ ને આ વાતને ખબર પડે પડી ત્‍યારે તેઓ પિતાને ઈચ્‍છાની વિરૂદ્ધ જીદ કરીને પણ આ સિલેક્‍શનમાં ભાગ લેવા માટે તૈયાર થયા ચાર મહિનાનો સમય હતો જેમાં તેમણે વ્‍હીલચેર ચેરમાં બેસીને ક્રિકેટ ની પ્રેક્‍ટિસ કરવાની હતી પરંતુ વ્‍હીલચેર ચેર કાઢવી ક્‍યાંથી??? ઘણા પ્રયાસ કર્યા પછી તેમને હોસ્‍પિટલમાં વપરાય છે તેવી એક સાદી વ્‍હીલચેર મળી. તો પછી પ્રશ્ન એ થયો કે ક્રિકેટ કીટનું શું કરશું? તે પણ તૂટેલી હેલ્‍મેટ, વાપરેલા સેકન્‍ડ હેન્‍ડ બેટ અને અન્‍ય સાધનો તેને તેના મિત્રો અને મિત્રોના મિત્રો પાસેથી માંડ મળ્‍યા. જેનાથી તેમણે અથાક મહેનત કરી અને આગ્રા ગયા. જે છોકરાએ પોતાનું ગામ છોડીને બાજુનું ગામ પણ જોયું ન હોય એ છોકરો આજે આટલું દૂર આગ્રા ગયો હતો.

 આગ્રા જઈને ભીમા ખુટીએ વ્‍હીલચેરમાં બેટિંગ બોલિંગ કરી. આજે પસંદગી થવાની હતી. વિમાનનું દિલ ધડકી રહ્યું હતું પહેલા ચાર નામ બોલાયા પાંચમુ નામ ભીમા ખૂટીનું બોલાયું, તેની ખુશીનો પાર ન રહ્યો.

૨૦૧૫માં મલેશિયા રમવા જવાનું હતું.તેમાં તેને વાઈસ કેપ્‍ટન બનાવાયો હતો,પરંતુ મલેશિયામાં ટીમ ઈન્‍ડિયાની હાર થઈ હતી. પછી ૨૦૧૬ માં નેપાળ રમવા જવાનું હતું તેના પ્રથમ ટી-૨૦ મેચમાં હારી ગયા હતા તેમાં વીમાએ સારી રમત બતાવી હતી એમાં પરંતુ બીજી મેચમાં તેને સમજાયું કે માત્ર સારી રમત જ નહીં પરંતુ જીતવું પણ જરૂરી છે એ મુજબ તે રમ્‍યા તેઓ જુદા જુદા નથી પરંતુ સારા ઓપ્‍શનર પણ છે નેપાળમાં તેમણે માત્ર ચાર રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી બીજી મેચમાં ભારતની ૭૦ રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી ભીમાભાઇ એક છેડો સાચવીને ઉભા હતા તેમણે વ્‍યવસ્‍થિત રમત રમીને ભારતનો સ્‍કોર ૧૨૧ પર પહોંચાડ્‍યો હતો ભીમાખૂટી તેમાં મેન ઓફ ધ સિરીઝ થયા હતા આ પછી ૨૦૧૮માં બાંગલા દેશને ૨-૦થી હરાવ્‍યુ હતું. ૨૦૧૯માં દુબઈ માં પાકિસ્‍તાનને ૩-૦થીહાર આપી હતી.(૩૦.૨)

નામ મળે છે પણ દામ નહીં

ભીમાભાઇ ખુટી વસવસો વ્‍યક્‍ત કરતા કહે છે કે, સુનિલ ગાવસ્‍કર મદનલાલ વિરાટ કોહલી રવિન્‍દ્ર જાડેજા જયદેવ ઉનડકટ એવા ખેલાડીઓ મારો અભિવાદન કરી ચૂક્‍યા છે પરંતુ અફસોસ એ વાતનો છે કે આપણે આપણી રાષ્ટ્રીય ટીમ ના ખેલાડીઓને કેટલા રૂપિયા મળે છે તેની જેવા કાંઈ પણ રકમ વિલ ચેર ખેલાડીઓને મળતી નથી તેઓ કહે છે કે આખી સિરીઝ જીતીએ ત્‍યારે ટીમને માત્ર રૂા.૩,૧૦૦ મળે છે તેમાંથી સોળસો રૂપિયા ટીમ માટે રખાય છે અને ૧૬૦૦ રૂપિયામાં ટીમના ૧૬ ખેલાડીઓને ઈં ૧૦૦-૧૦૦ અપાય છે, આપણે જેમ IPL રમાય છે તે જ રીતે દિવ્‍યાંગ પ્રીમિયર લીગ DPL ના નામે રમાવાની છે IPLમાં ખેલાડીઓ કરોડોના ભાવે ખરીદાય છે જયારે DPLમાં રૂપિયાથી નહીં પણ પોઇન્‍ટ આપીને ખરીદી કરવામાં આવે છે ટુર્નામેન્‍ટમાં છ ટીમો ભાગ લેશે તેમાં દિલ્‍હી સ્‍ટ્રાયકર્સે ૫૦ટકા પોઇન્‍ટ આપીને ભીમાભાઇને ખરીદ્યા છે ત્‍યારે ભીમાભાઇ કેટલા મહત્‍વના ખેલાડી હશે એનો ખ્‍યાલ આવે છે.

(12:00 pm IST)