Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ઠંડીમાં આંશિક ઘટાડો : ગિરનાર ૬.૪, નલીયા ૧૧.૬ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઠંડીમાં રાહતથી હાશકારો

રાજકોટ તા. ૨૦ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં આજે ઠંડીમાં રાહત થઇ છે. આજે ગિરનાર પર્વત ઉપર ૬.૪ ડિગ્રી, નલીયામાં ૧૧.૬ ડિગ્રી, રાજકોટમાં ૧૧.૭, જામનગરમાં ૧૫.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

ઠંડીમાં રાહત થતા લોકોએ હાશકારો અનુભવ્‍યો છે.

જૂનાગઢ

(વિનુ જોશી) જૂનાગઢ : આજે ગિરનાર પર્વત પર ૬.૪ ડિગ્રી ઠંડી રહી હતી. આજની કાતિલ ઠંડીથી પર્વતીય વિસ્‍તાર ઠંડોગાર રહ્યો હતો.

ગઇકાલે સોરઠમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી રહ્યા બાદ આજે તાપમાન ૧.૪ ડિગ્રી ઉપર રહીને ૧૧.૪ ડિગ્રી થયું હતું.

આમ ઠંડીમાં આંશિક ઘટાડો યથાવત રહ્યો હતો. જૂનાગઢમાં ૧૧.૪ ડિગ્રી ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા રહેતા કાતિલ ઠારનું આક્રમણ થયું હતું. સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૫ કિમીની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૨૭.૬ મહત્તમ, ૧૫.૫ લઘુત્તમ, ૫૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૭.૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.(૨૧.૧૫)

ક્‍યાં કેટલી ઠંડી

શહેર        લઘુત્તમ તાપમાન

ગિરનાર પર્વત    ૬.૪        ડિગ્રી

અમદાવાદ  ૧૧.૭  ,,

અમરેલી    ૧૨.૨  ,,

વડોદરા     ૧૩.૬  ,,

ભાવનગર   ૧૪.૦  ,,

ભુજ         ૧૧.૨  ,,

દમણ       ૧૫.૦  ,,

ડીસા        ૧૧.૦  ,,

દીવ         ૧૧.૪  ,,

દ્વારકા       ૧૪.૮  ,,

ગાંધીનગર  ૯.૭   ,,

જામનગર   ૧૫.૫  ,,

જૂનાગઢ     ૧૧.૪  ,,

કંડલા       ૧૩.૦  ,,

નલિયા      ૧૧.૬  ,,

ઓખા       ૧૭.૨  ,,

પાટણ       ૧૦.૨  ,,

પોરબંદર    ૧૧.૪  ,,

રાજકોટ     ૧૧.૭  ,,

વેરાવળ     ૧૪.૮  ,,

સુરત        ૧૪.૦  ,,

(1:16 pm IST)