Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ધોરાજીની ડ્રીમ સ્‍કુલનું ગૌરવ ડો.મૌલિક ભડાણિયાની આરોગ્‍ય ક્ષેત્રની સેવાને મનસુખ માંડવીયાએ બીરદાવી

(ધમેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ર૦ ગેસ્‍ટ્રોસર્જ હોસ્‍પિટલ, રાજકોટના નામાંકિત સર્જન ડો. મૌલિક ભડાણિયા સૌરષ્‍ટ્રમાં હેલ્‍થકેર ક્ષેત્ર એમસીએચ (ગોલ્‍ડ મેડાલીસ્‍ટ) ની પદવી ધરાવતા તબીબ તરીકે તેમજ પોતાના માયાળુ સ્‍વભાવ, તબીબી ક્ષેત્રની નિપુર્ણતા, પેટના જટિલ રોગોમાં દુરબીનથી થતા ઓપરેશનોમાં કૌશલ્‍યનાં લીધે તબીબી જગત તેમજ તેમના વિશાળ દર્દી ગણવામાં અનેરી લોકચાહના બહુ જ ટુકા ગાળામાં મેળવી છે. સમાજના ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓની સેવા કરવા માટે સદાય તત્‍પર એવા ડો.મૌલિક ભડાણિયાના આ સેવા યજ્ઞની તાજેતરમાં  માનવતા કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રીશ્રી મનસુખ માંડવીયાએ નોંધ લઇ તેમના આ યોગદાનને બીરદાવ્‍યું હતું.

ડો. ભડાણિયા અને તેમના સાથી ડો. ભાવિક વસોયાએ રાજકોટની ગેસ્‍ટ્રોસર્જ હોસ્‍પીટલમાં લીવર, સ્‍વાદુપીંડ, પીતાશય, જઠર, આંતરડા, બરોડ, સાંરણગાંઠ, એપેન્‍ડીક્ષ તેમજ પેટના કેન્‍સરના દર્દીઓના જટીલ ઓપરેશનનો પોતાની આગવી કોઠાસુઝ અને જ્ઞાનથી સફળતાપૂર્વક કરીને નવું જીવનદાન આપેલ છે.

ડો. ભડાણિયા તેમજ ડો.વસોયા અત્‍યારની આધુનીક ટેકનોલોજીનો દર્દીઓના હીત માટે ઉપયોગ કરી શકાય તે માટે સતત પ્રયત્‍નશીલ રહે છે.તેઓની ગેસ્‍ટ્રોસર્જન હોસ્‍પીટલ જે સૌરાષ્‍ટ્રની એકમાત્ર ગેસ્‍ટ્રોસુપર સ્‍પેશીયાલીટી હોસ્‍પીટલ છે કે જયા વિશ્વની શ્રેષ્‍ઠ ૩ ડી લેપરોસ્‍કોપી ટેકનોલોજીથી પેટના રોગો અને પેટના કેન્‍સરના જટીલ ઓપરેશનનોની સુવીધા મળી રહે છ.ે

ડો. ભડાણિયા જામજોધપુર તાલુકાના લાવાસણ ગામની વતની છે અને તેઓએ પોતાનું પાયાનું શિક્ષણ ધોરાજીની ડ્રીમ ઇન્‍ટરનેશનલ સ્‍કુલના શિક્ષકો પાસેથી લઇને ભારતની ખ્‍યાતનામ મેડીકલ કોલેજોમાં પોતાની એમબીબીએસ, એમએસ અને એમસીએચ ની ડિગ્રી અને અનુભવ ગોલ્‍ડમેડલ સાથે મેળવેલ છે આ તકે શાળાના ટ્રસ્‍ટીઓ હિતેશ ખરેડ અને ડો કેતન પોપટ દ્વારા શુભેચ્‍છા આપવમાં આવી હતી અને તેમની સેવાને બીરદાવી હતી

(12:22 pm IST)