Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ગોંડલના રીબડાના ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારના ગોડાઉનમાંથી ૨૧૦૦ બોટલ દારૂનો જથ્‍થો પકડાયો

રાજકોટ, તા., ૨૦: ગોંડલના રીબડા ગામ પાસે ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં તાલુકા પોલીસે દરોડો પાડી ર૧૦૦ બોટલ દારૂનો જથ્‍થો ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના રીબડા ગામ પાસે શુભમ ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસતારમાં આવેલ ગોડાઉનમાં દારૂનો જથ્‍થો ઉતર્યો હોવાની બાતમી મળતા રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકાના પીએસઆઇ એમ.એચ.ઝાલા તથા ટીમે દરોડો પાડી જુદી જુદી બ્રાન્‍ડની વિદેશી દારૂની બોટલો નંગ ર૧૦૦ કિંમત ૬.ર૦ લાખનો જથ્‍થો કબ્‍જે કર્યો હતો.

તાલુકા પોલીસે દારૂનો જથ્‍થો જયાંથી  પકડાયો તે ગોડાઉનના ભોગવટેદારની શોધખોળ હાથ ધરી છે.

(12:24 pm IST)