Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ગોંડલમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકી ધોરાજીનો એક સહિત છ પકડાયા

પરેશ ઉર્ફે પીન્‍ટુ ઠુમ્‍મર ઘરમાં જુગાર રમાડતો'તો : ૪૩,૨૮૦ની રોકડ કબ્‍જે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૦: ગોંડલના ઉમવાડા રોડ પર આવેલા અંબીકાનગરમાં રહેણાંક મકાનમાં બંધ બારણે ચાલતા જુગારમાં પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા ધોરાજીના એક સહીત છ શખ્‍સોને દબોચી રૂા.૪૩ હજારની રોકડ કબ્‍જે કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સીટી પીઆઈ એમ.આર. સંગાડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્‍ટાફ પેટ્રોલીંગ મા હતો ત્‍યારે ગોંડલના ઉમવાડા રોડ પર અંબીકાનગરમાં રહેતા પરેશ ઉર્ફે પીન્‍ટુ ભરત ઠુંમર પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે તેવી ચોકકસ બાતમીના આધારે હેડ કોન્‍સ્‍ટેબલ કે.કે.રાઠોડ, હાર્દિકભાઈ અને કોન્‍સ્‍ટેબલ પૃથ્‍વીરાજસિંહે દરોડો પાડી જુગાર રમતા પરેશ ઉર્ફે પિન્‍ટુ ભરત ઠુંમર (ઉ.૩૮), અશોક ભરત ઠુંમર (ઉ.૩૬) જીજ્ઞેશ ધનજી રૈયાણી (ઉ.૪૪) જયેશ બાબુ રૈયાણી (ઉ.૪૨) ભાવેશ ધનજી રૈયાણી (ઉ.૪૬) (રહે. તમામ ગોંડલ) અને નિરંજન મહેશ રાવલ (ઉ.૪૧ રહે. મીરાનગર ધોરાજી)ને દબોચી રૂા.૪૩,૨૮૦ની રોકડ કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(12:27 pm IST)