Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

કેશોદના જીલ્લા કક્ષાના પશુપાલન શિબિર કાર્યક્રમ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૦: ગ્રામ્‍ય કક્ષાના પશુપાલકોના લાભાર્થે પશુપાલન વ્‍યવસાયને લગતી અધતન માહિતી મળી રહે એ હેતુથી આહીર સમાજ - કેશોદ ખાતે જુનાગઢ જીલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા આયોજીત ‘જીલ્લા કક્ષાના પશુપાલન શીબીર' કાર્યક્રમ જુનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો.

આ કાર્યક્રમના ઉદઘાટક અનેᅠ કેશોદ ના ધારાસભ્‍ય શ્રી દેવાભાઈ માલમ તથા અન્‍ય મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.

આ તકે, જુનાગઢ સાવજ દુધ સંઘના ચેરમેન શ્રી દિનેશભાઈ -ખટારીયા, જીલ્લા પંચાયતના સદસ્‍યશ્રી મનસુખભાઈ રાઠોડ, કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કાળુભાઈ દેત્રોજા, જીલ્લા - તાલુકા પંચાયતના સદસ્‍યશ્રીઓ, નગરપાલિકાના સૌ સદસ્‍યશ્રીઓ, હોદેદારો, કર્મચારીઓ,અને ખૂબ મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

કેશોદ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં લાભાર્થીઓ અને વહીવટી વિભાગનાં કર્મચારીઓ તેમજ સતાધારી પક્ષના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા ત્‍યારે ખરેખર સરકારની વિવિધ યોજનાઓની માહિતી ખેડૂતો પશુપાલકો સુધી પહોંચાડવાની હતી તેઓની હાજરી પાંખી હતી.

(1:40 pm IST)