Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

વિસાવદરના અરવિંદ મહેતા શાળા વહિવટી કર્મચારી સંઘના રાજ્‍યના કન્‍વીનર તરીકે બીનહરીફ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૦: ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના વહીવટી કર્મચારી સંઘની સામાન્‍ય સભા કેશોદ ખાતે યોજાઈ હતી જેમાં હોદેદારોની બીનહરીફ  વરણી કરવામાં આવી હતી.અજીતસિંહ સુરમાના અધ્‍યક્ષ સ્‍થાને બેઠક મળી હતી.જેમાં મહામંડળના પ્રમુખ તરીકે કિશોરભાઈ ડાંગર ( ભેંસાણ), મહામંત્રી તરીકે મિતેશભાઇ મોદી (ગાંધીનગર), અધ્‍યક્ષ તરીકે મુકેશરાજ સોલંકી (પચમહાલ), મંત્રી તરીકે ગીરીશભાઈ પટેલ (ભાવનગર), જનકભાઈ જાની (અમરેલી) કન્‍વીનર તરીકે વિસાવદરના જેતલવડના અરવિંદભાઈ મહેતા કે જેઓ હાલ વિસાવદર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.

(1:41 pm IST)