Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

વિસાવદર ટીમ ગબ્‍બરની માંગ : શિક્ષણમાં ફી રેગ્‍યુલેશન કમિટી દ્વારા દર વર્ષે કરાતો ૫% ફી વધારો રદ કરો

દિન-પ્રતિદિન શિક્ષણ મોંઘુઃ લોકો માટે જબરો ચિંતાનો વિષયઃ ભાવી નાગરિકોના ઘડતરના ગંભીર પ્રશ્‍ને ફેર વિચારણા આવશ્‍યક

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૦: વિસાવદર ટીમ ગબ્‍બર ગુજરાતના એડવોકેટ કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીએ સબંધકર્તાઓને લેખિત રજુઆતમા જણાવેલ છે કે,પ્રાથમિક શિક્ષણથી લઈને માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણમાં ગુજરાતની સ્‍કૂલો દ્વારા દરવર્ષ ૫ % નો ફી વધારો એફ.આર.સીની ગાઈડલાઈન કે સૂચના મુજબ કરવામાં આવે છે અને આવા ફી વધારાની અસર સમગ્ર ગુજરાતના લાખો પરિવારોના બાળકોને પડે છે અને ગરીબ અને મધ્‍યમ વર્ગના લોકોને આવી ઉચ્‍ચ ફી પોશાતી ન હોય અને તેના કારણે તેઓના બાળકોને પોતે પોતાના બાળકને જે શાળામાં ભણાવવાં માંગતા હોય તેવી સ્‍કૂલમાં એડમિશન લઈ શકતા નથી અને બાળકને નજીકની અને સારું શિક્ષણ અન્‍ય શાળામાં લેવું પડે છે અને વાલી અને બાળકને આવી મોંઘી ફી ભરી ન શકતા હોય જેથી સારા શિક્ષણ થી વંચિત રહેવું પડે છે અને આવી શાળામાં અભ્‍યાસ કરવા પ્રવેશ ન મળવાથી તેમના ભવિષ્‍ય સાથે ચેડાં થતા હોય તેવી સ્‍થિતિ ઉભી થયેલ હોય અને હાલમાં શાળાઓ ચેક,તેમજ ડિજિટલ રીતે સ્‍વીકારે તો ખરેખર ફી કેટલી મેળવે છે તે પણ સરકારને ધ્‍યાનમાં રહે અને પારદર્શક ફી અંગે સરકારને સુ ફી લેવાની અને સરકાર તમામ સંસ્‍થા-શાળાને નાણાં ચૂકવે તો શાળા સંચાલક કેટલી ફી મેળવે તે પણ ધ્‍યાને આવે તેવો પણ સુધારો કરવાની જરૂર છે.અને દર વર્ષે ૫ % ફી વધારો પાછો ખેંચવા-જરૂરી ફેર વિચારણા કરવાᅠ ઉપરાંત સ્‍કુલ યુનિફોર્મમાં,પુસ્‍તકોમાં,બુટ,મોજામાં પણ સ્‍કૂલ તરફથી ચોક્કસ જગ્‍યાએ લેવા દબાણ કરવામાં આવે છે,એટલુંજ નહિ પરંતુ પ્રવાસના બહાને અને એન્‍યુલ ફંક્‍શનના નામે પણ વિદ્યાર્થીઓ તથા વાલીઓ પાસેથી રકમ લેવામાં આવે છે અને ક્‍યાય પહોંચ અપાતી નથી અમુક સ્‍કૂલો અધવચ્‍ચે બંધ થઈ જાય છે અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થાય છે તે પણ બંધ થવું જોઈએ.સરકાર સહાનુભૂતિ દાખવી દર વર્ષે ૫ % ટકાનો ફી વધારો કરવાનો નિર્ણય પાછો ખેંચે-ફેર વિચારણા કરે તેમ ટીમ ગબ્‍બરના એડવોકેટ નયનભાઈ જોશીએ જણાવ્‍યુ છે. 

(1:43 pm IST)