Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જુનાગઢમાં વીજ તારમાં ફસાયેલ કબુતરનો ફાયર બ્રિગેડે જીવ બચાવ્‍યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. જુનાગઢમાં વીજ તારમાં ફસાયેલ કબુતરનો ફાયર બ્રિગેડે જીવ બચાવી માનવતાનું કાર્ય કર્યુ હતું.

શહેરમાં વણઝારી ચોક પાસેના ગરબી ચોકમાં પીજીવીસીએલનાં વીજ વાયરમાં પતંગની દોરીમાં કબુતર ફસાયુ હોવાની જાણ થતા ફાયર સુપ્રિ. દિપક જાનીનાં માર્ગદર્શનમાં તેમનો સ્‍ટાફ દોડી ગયો હતો.આજે સવારની આ ઘટનામાં ફાયર સ્‍ટાફે પોતાના જીવનાં જોખમે કબુતરને જીવીત ઉગારી લીધુ હતું.

(3:00 pm IST)