Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મહુવામાં રસ્‍તા પર ઠેર-ઠેર ગાબડા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૦: ભારતીય જનતા પાર્ટી વિકાસની થયાની વાતો કરે છે તો મહુવા શહેરમાં કેમ રોડ રસ્‍તાઓની હાલત ખરાબ જોવા મળે છે. છેલ્લા ઘણા વર્ષથી ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં એન્‍ટર થતા જ ચાર રસ્‍તા પાસે અતિ ખરાબ રોડના કારણે મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે ત્‍યાં તેના કારણે ગંદા પાણીના તળાવ પણ ભરાઈ જતા હોવાથી એક તો અતિ ખરાબ રસ્‍તો અને ગંદા પાણીથી ભરાયેલ ખાડાઓમાંથી વાહન ચાલકો અને રાહદારીઓને પચાર થવું મહા મુસીબત બન્‍યું છે આવી ભયાનક સ્‍થિતિથી મહુવા શહેર જનતા ભારે ત્રાહિમામ પોકારી ઉઠી છે  આ પાણી ભરાતાં રોડની હાલત ઘણા સમયથી છે છતાં પણ તે સ્‍થિતિમાં જરીકે પણ સુધારો આવેલ નથી આ મહુવા વિસ્‍તારમાં વર્ષોથી ભાજપના ધારાસભ્‍ય ચૂંટાઈ છે તેમજ ગયા ટર્મમાં તો મહુવાના સ્‍થાનિક આર સી મકવાણા મિનિસ્‍ટર હતા છતાં પણ ખરાબ રોડની મરામત કરવામાં આવેલ નથી ત્‍યારે મહુવાની જનતા એમ કહે છે કે મહુવા ગામમાં ગુજરાત રાજ્‍યના સી એમ આવે તો રોડ રસ્‍તા સરખા થાય નહીંતર પછી ઘણા વર્ષ વિતિ ગયા છે પણ રોડની હાલતમાં કાઈ સુધારો કે વધારો થયેલ નથી જે તસ્‍વીરમાં જોવા મળે છે મહુવાની જનતા ઉપર થોડી દયા રાખી તાત્‍કાલિક ખાડાઓ બુરી રોડના કામનું સમારકામ કરવો તેવી બુલંદ માગ ઉઠવા પામી છે

(1:45 pm IST)