Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાંથી બોકસાઈટની ચોરી

રૂ. સાડા છ લાખના મુદ્દામાલની ચોરી કરતા શખ્‍સોની શોધખોળ

(કૌશલ સવજાણી દ્વારા)જામ ખંભાળિયા, તા. ૨૦ : ખંભાળિયાથી આશરે પાંચ કિલોમીટર દૂર જામનગર ધોરીમાર્ગ પર આવેલી દાલમિયા ભારત રિફ્‌ેક્‍ટરીઝ કંપનીના કમ્‍પાઉન્‍ડમાંથી ગત ડિસેમ્‍બર માસમાં કોઈ શખ્‍સો દ્વારા કમ્‍પાઉન્‍ડમાં અનઅધિકળત રીતે પ્રવેશ કરી, આ સ્‍થળે રાખવામાં આવેલો ૩૦ ટન બોક્‍સાઈટ ચોરી કરીને લઈ ગયા હતા. પ્રતિ ટન રૂ. ૨૧,૫૦૦ લેખે કુલ રૂપિયા ૬,૪૫,૦૦૦ ની કિંમતના બોક્‍સાઈટની વાહન મારફતે ચોરી કરીને લઈ જવા સબબ કંપનીના મેનેજર રાજીવરંજનસિંઘ દ્વારા અજાણ્‍યા શખ્‍સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.

(2:48 pm IST)