Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રાજુલામાં હિટ એન્‍ડ રન : કાર ચાલકે હડફેટે લેતા ૩ વર્ષની બાળાનું મોત : ૨ ઘાયલ

રાજુલા તા. ૨૦ : રાજુલા છતડીયા રોડ પર સરસ્‍વતી સ્‍કૂલ પાસે કાર સાથે મોટરસાયકલ અથડાઈ જતા જોરદાર અવાજ થયો હતો જે સાંભળી તુરંત આસપાસના લોકો દોડી આવ્‍યા હતા. આ અકસ્‍માતે ઘાયલને ૧૦૮ મારફત રાજુલા સિવિલ હોસ્‍પિટલે સારવાર અર્થે લાવવામાં આવેલ જયાં સારવાર દરમિયાન ત્રણ વર્ષીય બાળાનું મૃત્‍યુ થયું હતું

સ્‍થળ પર પીઆઇ દેસાઈ ટાઉનબીટના ભરતભાઈ વાળા, મિતેશભાઈ વાળા, રોહિતભાઈ પરમાર સહિત પોલીસ સ્‍ટાફ દોડી આવેલ અને અકસ્‍માત અંગે તપાસ હાથ ધરી ફરિયાદ કરનાર કિરણભાઈ ઉર્ફે કૌશિકભાઇ બચુભાઈ શિયાળ ઉંમર વર્ષ ૨૧ ધંધો વેપાર પોતાની સાથે હમીરભાઇ તથા કૌશિકભાઈના મોટાભાઈની ત્રણ વર્ષની બાળા ઉર્વશીને લઇ તેમની tvs xl નં. જીજે૧૪ એ એન ૬૩૦૫ લઈને ગામમાં આઈસ્‍ક્રીમ ખવડાવવા માટેᅠ આવ્‍યા હતા. આઇસ્‍ક્રીમ ખવડાવી પરત ફરી રહ્યા હતા તે વખતે છતડીયા રોડ પર સરસ્‍વતી સ્‍કૂલ પાસે પહોંચતા ૧૦.૩૦ કલાકે આ સ્‍થળ પર સામેથી કાળમુખી સફેદ કલરની ફોરવીલ નં. gj14 aa ૭૨૭૦ના કાર ચાલક હરદીપ ભાભલુભાઈ વરૂએ ફોરવીલ બે ફિકરાયથી અને ગફલત ભરી રીતે માનવ જિંદગી જોખમાય તે રીતે રોંગ સાઈડમાં ચલાવતા હતા અને પુરપાટ સ્‍પીડમાં કિરણભાઈની એક્‍સલને અથડાવતા એક્‍સેલમાં સવાર ત્રણેય ફંગોળાઈ ગયા હતા. કિરણભાઈને માથાના ભાગે ડાબી બાજુના નેણ પર તેમજ સાથે રહેલ હમીરભાઇને બંને પગ ફ્રેક્‍ચર તેમજ શરીર તથા માથાના ભાગે નાની મોટી ઇજા થવા પામી હતી પરંતુ કિરણભાઈના મોટાભાઈની માસુમ દિકરી ઉર્વશીબેનને મોઢાના ભાગેᅠ જમણી બાજુ આંખ પાસે ગંભીર ઈજા પહોંચી હતી અને નાક તથા કાનમાંથી લોહી વહી જતા તેમનું સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું રાજુલા પોલીસે આઈપીસી કલમ ૩૦૪( અ), ૨૭૯,૩૩૭,૩૩૮ તથા ળરુ એક્‍ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ત્‍યારે માસુમ બાળકીના સમાચાર મળતા જ પરિવાર જાણે ભાંગી તૂટ્‍યો હોય હૈયા ફાટ રૂદન જોવા મળ્‍યું હતું આસપાસના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્‍યું હતું

આમ આ અકસ્‍માતની જાણ થતા સ્‍થાનિક ધારાસભ્‍ય સોલંકી હીરાલાલ લાલઘુમ જોવા મળ્‍યા હતા તેમણે તાકીદે માર્ગ મકાન પંચાયત નગરપાલિકા ને કડક સૂચના આપી હતી આ માર્ગે સ્‍પીડ બ્રેકરો મુકવા અને તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી કે આજ રાત સુધીમાં સ્‍પીડ બ્રેકરો મુકાઈ જશે ધારાસભ્‍ય એ પરિવારજનોને સાંત્‍વના આપી હતી

(1:47 pm IST)