Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જામનગરમાં પી.પી. દાણાની ચોરીનો ભેદ ઉકેલાયોઃ ૩૦ લાખનાં મુદ્દામાલ સાથે પ ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૦ :  પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના અશોકકધુમાર જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુઓના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી.  ત્‍યારે ગત તા. ૧૦-૧-ર૦ર૩ રાત્રીના જામનગરનાં નુરી ચોકડી પાસેથી ફરીયાદીશ્રી વિનુભાઇ નરસંગભાઇ જાટીયા રહે. જામનગર વાળાની લેલન ટ્રક નંબર જી.જે. ૧૦ ટીવી પ૧૬૦ મા પી.પી. દાણા (રર,૮૮૦ કીલો) ભરી મુદ્ર કચ્‍છ ખાતે ખાલી કરવા માટે ટ્રક રાખેલ હતી. જે પી.પી. દાણા ભરેલ ટ્રક સહિતનો કુલ કિ. રૂા. ૩૦,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ ચોરી જનાર (૧) અલ્‍તાફભાઇ હુશેનભાઇ પતાણી રહે. હડમતાળા તા. ગોંડલ જી. રાજકોટ (ર) અકિલભાઇ અલ્‍તાફભાઇ નકાણી રહે. નિકાવાગામ, તા. કાલાવડ (૩) અસરફભાઇ અજીતભાઇ સુમરા રહે. નિકાવાગામ, તા. કાલાવડ, જી. જામનગર (૪) સાજીદભાઇ હનીફભાઇ સમા રહે. નુરીચોકડી, જામનગર (પ) ધીરૂભાઇ રત્‍નાભાઇ ભાટી મારવાડી રહે. ગુલાબનગર, જામનગરને ઝડપી લીધેલ છે.

જયારે સોહીલ હારૂનભાઇ સુમરા રહે. પાટીયાળીગામ તા. ગોંડલ જી. રાજકોટ રહીશ રહીમભાઇ બેલીમ સીપાઇ રેહ. ગરીબ નવાજ સોસાયટી, જામનગર નાશી છુટયા છે.

પોલીસે પી.પી. દાણા (પ્‍લાસ્‍ટીક દાણા) કિલો રર૪૩૦ જે કિ. રૂા. ૧૯,૭૩,૮૪૦/-, અશોક લેલન્‍ડ ટ્રક નંબર જી.જે. ૧૦ ટીવી પ૧૬૦ કિ. રૂા. ૧૦,૦૦,૦૦૦/- ઇકો કાર જી.જે. ૧૦ ડીજે ૪૪૭૧ કિ. રૂા. ૩,૦૦,૦૦૦/- (ગુનામાં ઉપયોગ વાહન) મો. ફોન ૦૩ કિ. રૂા. ૧પ,૦૦૦/- સહિત ૩ર,૮૮,૮૪૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કામગીરી એલ.સી.બી. પો. ઇન્‍સ. જે.વી. ચૌધરી પો.સ.ઇ. એસ.પી. ગોહિલ સંજયસિંહ વાળા હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, નિર્મળસિંહ જાડેજા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શીવભદ્રસિંહ જાડેજા રાકેશભાઇ ચૌહાણ, અજયસિંહ ઝાલા, કિશોરભાઇ પરમાર, દયારામ ત્રિવેદી, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા બિજલભાઇ બાલાસરા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:47 pm IST)