Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સાવરકુંડલામાં ચોરીના ગુન્‍હામાં આરોપી ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૦ ભાવનગર રેન્‍જ આઇ. જી. પી. ગૌતમ પરમાર ભાવનગર રેન્‍જ અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ. બી. વોરાના આદેશથી હરેશભાઇ રણુભાઇ મકવાણા (ઉ.૪ર) ધંધો, ડ્રાઇવીંગ રહે. બાઢડા, ફેલની ઓરડી પાછળ વાડી વિસ્‍તાર, તા. સાવરકુંડલા જી. અમરેલીની કુલ મુદામાલ રૂા. ૮૭૦૦૦ સાથે ધરપકડ કરી છે.

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ. એમ. સોની તથા એ. એસ. આઇ. એચ. પી. ગોહીલ, પો. કો. પીયુષકુમાર નટવરલાલ, પો. કો. ચિંતનકુમાર કનૈયાલાલ, પો. કો. જીતુભાઇ ગોબરભાઇ, પો. કો. ગૌરવભાઇ જીલુભાઇ દ્વારા કરવામાં આવેલ છે.

(1:49 pm IST)