Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

પોરબંદરમાં રાજીવ ગાંધીની સ્‍મૃતિમાં આંતર શાળા- કોલેજ ક્રિકેટ ટુર્નામેન્‍ટનુંઉદ્દઘાટન

પોરબંદર તા. ૨૦ : આજે વિદ્યાર્થીઓમા ખેલ ભાવના જાગે અને તેમના જે ટેલેન્‍ટ છુપાયેલું રહેલું છે તેમને બાર લાવવાના પ્રયાસરૂપે આંતર શાળા/કોલેજ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન દેશના પૂર્વ વડાપ્રધાન સ્‍વ. રાજીવ ગાંધીની સ્‍મળતિમાં રાજીવ ગાંધી કપ-૨૦૨૩ નું આયોજન કરેલ છે.

    આ ટુર્નામેન્‍ટમાં પોરબંદરની શાળા/કોલેજોની ૧૬ ટીમોએ ભાગ લીધેલ છે, ઉદઘાટન પ્રસંગે કોગ્રેંસ આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા તેમજ જિલ્લા કોંગ્રસ પ્રમુખ રામભાઈ ઓડેદરા તેમજ ગોઢાણિયા કોલેજના  સંજય અગલ  નિરવભાઇ દતાણી,ધવલભાઇ ખેર સહિત અશ્વિનભાઇ મોતીવરસ મહેમાનો હાજર રહ્યા હતા.

રામદેવભાઈ મોઢવાડિયા તેમજ મહેમાનોના હાથે ટુર્નામેન્‍ટનું ઉદઘાટન કરાયું હતું. રામદેવભાઈ  દ્વારા ખેલાડીઓને શુભેચ્‍છાઓ પાઠવવામા આવી હતી.

આ ટુર્નામેન્‍ટ માટે ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ મહામંત્રી પ્રમુખ કિશન રાઠોડ અને તેમની ટીમના રાજ પોપટ,જયદિપ સોલંકી,ઉદય ગોહેલ,હર્ષ ગોહેલ, રોહિત, ભરત, ચિરાગ, સાહિલ, દિવ્‍યેશ, પરેશ સહિત ટીમ જહેમત ઉઠાવી રહયા છે. પ્રથમ મેચ ડો.ગોઢાણિયા આઈ ટી કોલેજ અને માધવાણી કોલેજ વચ્‍ચે રમાઇ હતી દરરોજના ૪ મેચોનો ગ્રાઉન્‍ડ પર ખેલાશે.

(1:51 pm IST)