Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ટંકારા પાસે કેમીકલના ગોડાઉનમાં આગ ભભુકીઃ કલાકો બાદ કાબુમાં: એક યુવક દાઝી ગયો

(હર્ષદરાય કંસારા દ્વારા) મોરબી, તા.૨૦: ટંકારા નજીક આવેલા કેમિકલના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ ભડકી ઉઠી હતી અને જોતજોતામાં કેમિકલનું આખું ગોડાઉન આગની ઝપટે ચઢી જતા ભીષણ જ્‍વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા નીકળ્‍યા હતા. મોરબીથી ફાયર બ્રિગેડ સ્‍ટાફ ઘટનાસ્‍થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

બનાવની મળતી માહિતી મુજબ ટંકારામાં લક્ષ્મીનારાયણ જીન પાછળ રીયલ ઇનસેકટીસાઈડસ નામની ફેકટરીમાં આગ લાગતા મોરબી ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર ઓફિસર દેવેન્‍દ્રસિંહ જાડેજાની રાહબરી હેઠળ ફાયરની ૨ ટીમ ઘટનાસ્‍થળે દોડી ગઈ છે અને એક કલાકથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્‍યો હતો. આ આગ રાત્રીના ૯.૩૦ વાગ્‍યે કાબુમાં આવી હતી અને એક યુવક દાઝી જતા સારવારમાં ખસેડેલ છે.

(1:52 pm IST)