Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ગોંડલ કુમાર શાળાના બાળકોએ નાગરીક બેંકની મુલાકાતે

ગોંડલ : કુમાર શાળા નંબર-૫,અ, ગોંડલના ધો. ૫ થી ૮ ના બાળકોએ ગોંડલની નાગરિક સહકારી બેંકની મૂલાકાત લીધી હતી.જેમાં બાળકોએ નાણાકીય વહીવટ પ્રત્‍યક્ષ નિહાળ્‍યો તથા બેંકની વિવિધ સુવિધાઓ પૈકી લોકર વિષેની , ડિપોઝીર, ગોલ્‍ડ ધિરાણ વગેરે જરૂરી માહિતી મેળવી હતી.  નાગરિક સહકારી બેંકના ચેરમેન  અશોકભાઈ પીપળીયાએ બેંકની મુલાકાત માટે બાળકોને ખૂબ જ આગળ વધવાની શુભેચ્‍છાઓ પાઠવી તથા તમામ બાળકોને ચોકલેટ આપી મીઠા મોઢા કરાવ્‍યા હતા. આ તકે પત્રકાર સંઘના  પ્રમુખ જીતુભાઇ આચાર્ય તથા પિન્‍ટુભાઈ ચુડાસમાએ બાળકોને માર્ગદર્શન આપ્‍યું હતું અને શાળાના આચાર્ય અશોકભાઇ શેખડા , સ્‍ટાફ વળંદાબેન રોઝાસરા , વિશાલભાઈ તેરૈયા તથા બંસીબેન ત્રિવેદીએ બેન્‍ક સ્‍ટાફનો  આભાર માન્‍યો હતો.(તસ્‍વીર-અહેવાલ : જીતેન્‍દ્ર આચાર્ય ગોંડલ)

(1:52 pm IST)