Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ગોંડલઃ ઓરો સ્‍કુલ દ્વારા ઇન્‍ડીયન કલ્‍ચર ફૂડ કાર્નિવલ

ગોંડલઃ ઓરો સ્‍કૂલ દ્વારા ભવ્‍યતાથી ભવ્‍ય ઇન્‍ડિયન કલ્‍ચર ફૂડ કાર્નિવાલ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ભારતના કેટલા રાજ્‍યો છે તે બધા રાજ્‍યોની સ્‍વાદિષ્ટ ભોજન ડીશ જે તે રાજ્‍યોનો પહેરવેશ તથા ત્‍યાંના ફેમસ ડાન્‍સ ત્‍યાંની ભાતીગળ સંસ્‍કળતિ વગેરે બાબતોથી પરિચિત થાય તે માટે વિદ્યાર્થીઓ દ્વારા તથા સ્‍કૂલ મેનેજમેન્‍ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની મહેનત તથા કુનેહ દ્વારા વિવિધ રાજ્‍યોની વિવિધ વાનગીઓ બનાવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા આશરે ૫૦ જેટલા વિવિધ રાજ્‍યના વિવિધ સ્‍થળ લગાડવામાં આવ્‍યા હતા. આ તકે શાળાના તથા બહારના આશરે ત્રણ થી પાંચ હજાર વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ તથા ગોંડલના તથા બહાર ગામના આમંત્રિત મહેમાનોએ મુલાકાત લઈને વિદ્યાર્થીઓ દ્વારા તથા શાળા મેનેજમેન્‍ટ દ્વારા કરવામાં આવેલ સુંદર આયોજનથી પ્રભાવિત થયેલ હતા. આ તકે ગોંડલની  નામાંકિત રેસ્‍ટોરેન્‍ટ ના ઓનર તરીકેની ભૂમિકા ભજવીને વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવેલ વાનગીઓ માની શ્રેષ્ઠ વાનગીઓને પ્રથમ દ્વિતીય તથા તળતીય નંબરો આપવામાં આવેલ હતા જેમાં નંબર આવેલ વિદ્યાર્થીઓને પ્રોસાહિત સર્ટિફિકેટ તથા ઇનામો શાળા દ્વારા એનાયત કરવામાં આવેલ હતા તથા જે તે વાલીઓ દ્વારા બનાવેલ શ્રેષ્ઠ વાનગીઓ માટે મહારાજા તથા મહારાણી નો ખિતાબ એનાયત કરવામાં આવેલ હતો સમગ્ર આયોજન માટે જેમને અગાથ મહેનત કરેલ છે તેવા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તથા મેનેજમેન્‍ટ હેડને શાળાના ચેરમેન શ્રી ઋષિ સર વિરડીયા તથા નેહાબેન વિરડીયા દ્વારા હાર્દિક શુભેચ્‍છા પાઠવી હતી.(તસવીર-અહેવાલઃ અશોક જોશીઃ ગોંડલ)

(1:55 pm IST)