Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જન્‍મ લેવાથી લગ્ન સુધી અનેક પ્રસંગોએ રાહ જોઈ શકો છો, પણ...?

વિશ્વમાં જન્‍મ લેવા માટે તમે ૯ મહિના સુધી માતાના ગર્ભાશયમાં રાહ જોઈ શકો છો.!!!

 ચાલવા માટે,- ૨ વર્ષ

 શાળામાં -વેશ માટે - ૩ વર્ષ,

 મત આપવા માટે - ૧૮ વર્ષ,

 નોકરી માટે - ૨૨ વર્ષ,

 લગ્ન માટે - ૨૫ -૩૦ વર્ષ,

 આ રીતે, આપણે ઘણા પ્રસંગો માટે પ્રતીક્ષા કરીએ છીએ,

પરંતુ ,,,,,

વાહન ચલાવતી વખતે, ઓવરટેક કરતી વખતે, ‘૩૦ સેકંડ' પણ રાહ નથી જોવાતી. આપણે કયાં મોટા બિઝનેસમેન છે કે એક મિનીટમાં લાખોનું નૂકશાન થાય.!!

 જયારે એક ‘અકસ્‍માત'થયા પછી, જો તમે ‘જીવિત'હોવ તો, તમે અકસ્‍માત પછી સારવાર માટે ‘ઘણા કલાકો', ‘ઘણા દિવસો', મહિનાઓ અથવા વર્ષો હોસ્‍પિટલમાં પસાર કરો છો.!!

‘થોડીક સેકંડ'ની કેટલી ગડબડ? ‘ભયાનક પરિણામો' લાવી શકે છે.,જેઓ જાય છે, પાછળના લોકોનું શું ? ?

 પછી દર વખતની જેમ, ફકત ‘ભાગ્‍ય'ને દોષ આપવો અને એ બહાને મોત હશે તેવું ખોટું આશ્વાસન લેવું !!

 તેથી જ ‘યોગ્‍ય ગતિ', ‘સાચી દિશા' અને ‘સલામતી' થી વાહન ચલાવો ‘સુરક્ષિત' રહો..

 તમારા પોતાના નિર્દોષ કુટુંબીજનો તમારી ઘરે રાહ જોઈ રહ્યું છે.!!!

શું તમે જાણો છો કે ૧ ટકા લોકો મારા મંતવ્‍ય સાથે સંમત થાય છે તો તેમનું જીવન બચી જશે... 

(વિશ્વા કુંચાલા, ભાવનગરનો સોશ્‍યલ મિડીયામાં પ્રસારીત મેસેજ સાભાર)

(4:18 pm IST)