Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

કચ્છના ખાવડા નજીકના બાંધા ગામ પાસે ગમખ્વાર અકસ્માત: બાઇક અને ખનીજ ભરેલ ડમ્પર વચ્ચે ટક્કર : 3 લોકોના મોત

અકસ્માતમા બાઇક સવાર 3 લોકોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી : મૃતક તમામ ભુજ તાલુકાના દિનારા ગામના હોવાનુ સામે આવ્યુ:

કચ્છ જીલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં બાઇક અને ખનીજ ભરીને જઇ રહેલા ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમા બાઇક સવાર 3 લોકોના મોત થયા છે.

સમગ્ર વિગતો જોતા કચ્છના ખાવડા નજીકના બાંધા ગામ પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.  જેમાં બાઇક અને ખનીજ ભરીને જઇ રહેલા ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમા બાઇક સવાર 3 લોકોના મોત થયા છે. મૃતક તમામ ભુજ તાલુકાના દિનારા ગામના હોવાનુ સામે આવ્યું છે. ખાવડા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે

(8:22 pm IST)