Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ-ફર્ધર પબ્લિક ઓફરિંગ શુક્રવારે ખુલશે :20.000 કરોડના ઇકવીટી શેર ઈશ્યુ થશે

.FPO ઓફર માટે પ્રાઇસ બેન્ડ FPO ઇક્વિટી શેરદીઠ રૂા ૩,૧૧૨થી રૂા ૩,૨૭૬ની રેન્જમાં નક્કી થયું:બિડ લઘુતમ ૪ FPO ઇક્વિટી શેર માટે અને પછી FPO ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

 ગાંધીધામ : અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ ૨૭ જાન્યુઆરી ૨૦૨૩ને શુક્રવારે એની ફર્ધર પબ્લિક ઓફરિંગ રજૂ કરશે, જે અંતર્ગત આંશિક ચુકવણીના આધારે કુલ રૂા ૨૦,૦૦૦ કરોડના ઇક્વિટી શેર ઇશ્યૂ થશે.FPOમાં ફ્રેશ ઇશ્યૂ (“ઓફર”)ની રીતે FPO ઇક્વિટી શેરદીઠ કિંમતઈં (પ્રીમિયમ સહિત) માટે કંપનીના પેઇડ-અપ ઇક્વિટી શેર સામેલ છે, જે દરેકની ફેસ વેલ્યુ રૂા ૧ છે. આ ઓફરમાં ઓફર પછી પેઇડ-અપ ઇક્વિટી મૂડીના મહત્તમ ૫ ટકા લાયકાત ધરાવતા કર્મચારીઓ (“એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન”) દ્વારા સબસ્ક્રિપ્શન માટરૂા૫૦ સુધીના કુલ FPO ઇક્વિટી શેરનું રિઝર્વેશન સામેલ છે.FPO ઓફર માટે પ્રાઇસ બેન્ડ FPO ઇક્વિટી શેરદીઠ રૂા ૩,૧૧૨થી રૂા ૩,૨૭૬ની રેન્જમાં નક્કી થયું છે

 . બિડ લઘુતમ ૪ FPO ઇક્વિટી શેર માટે અને પછી FPO ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખથી એક ચાલુ દિવસ હશે. FPOઓફર ૩૧ જાન્યુઆરી, ૨૦૨૩ને મંગળવારે બંધ થશે.યુપીઆઈ મેન્ડેટની અંતિમ તારીખ અને સમય બિડ/ઓફર બંધ થવાની તારીખ પર સાંજના ૫.૦૦ વાગ્યા હશે.

    રિટેલ રોકાણકારો માટે ઓફરનો રિટેલ હિસ્સો FPO ઇક્વિટી શેરદીઠ રૂા ૬૪ના ડિસ્કાઉન્ટ પર હશે અને આ પ્રકારનાં ડિસ્કાઉન્ટને ૧૮ જાન્યુઆરી, ૨૦૨૩ના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્‌સ નો ભાગ ગણવામાં આવશે અને RHP સાથે વાંચવું જોઈએ.અદાણી એન્ટરપ્રાઇઝીસ FPOની કુલ આવકમાંથી રૂા ૧૦,૮૬૯ કરોડનો ઉપયોગ ચોક્કસ ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમના પ્રોજેક્ટના સંબંધમાં એની કેટલીક પેટાકંપનીઓની મૂડીગત ખર્ચની જરૂરિયાતને પૂર્ણ કરવા, હાલના ચોક્કસ એરપોર્ટ પર સુવિધાઓ સુધારવાના કામ માટે અને ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનું નિર્માણ કરવા ફંડની જરૂરિયાત પૂર્ણ કરવા માટેનો આશય ધરાવે છે.

  અદાણી એન્ટરપ્રાઇઝીસે કંપની અને એની ત્રણ પેટા કંપનીઓ – અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડ, અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ અને મુન્દ્રા સોલાર લિમિટેડના ચોક્કસ ઋણને સંપૂર્ણપણે કે આંશિક રીતે પુનઃચુકવવા રૂા ૪,૧૬૫નો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. બાકીની રકમનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરી માટે થશે.ઓફર સેબી આઇસીડીઆરના નિયમન ૧૫૫ની શરતો અનુસાર રજૂ થઈ છે. ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન ૧૨૯(૧) સાથે સુસંગત રીતે અને બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે પ્રસ્તુત થઈ છે, જેમાં ચોખ્ખી ઓફરનો મહત્તમ ૫૦ ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને ફાળવવામાં આવશે.

  સેબી આઇસીડીઆર નિયમનો મુજબ, કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને QIBપોર્શનનો ૬૦ ટકા સુધી હિસ્સો વિવેકાધિન રીતે એન્કર રોકાણકારો (“એન્કર રોકાણકાર હિસ્સો”)ને ફાળવી શકે છે, જેમાંથી ઓછામાં ઓછો એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને ફાળવવા માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારો જેટલી કે એનાથી વધારે કિંમત પર પ્રાપ્ત માન્ય બિડને આધિન છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અન્ડર-સબસ્ક્રિપ્શન, અથવા નોન-ઓલેકેશનની સ્થિતિમાં બાકીના એફપીઓ ઇક્વિટી શેર્સ એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવેલા ઇક્વિટી શેર્સની સંખ્યા ઘટાડીને ક્યુઆઇબી પોર્શનમાં સામેલ થઇ શકે છે

  .ઉપરાંત ચોખ્ખા QIB પોર્શનનો ૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્‌સને જ ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને QIB પોર્શનનો બાકીનો હિસ્સો એન્કર રોકાણકારો સિવાય તમામ QIB બિડર્સને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. વળી સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન ૧૨૯(૧) સાથે સુસંગત રીતે, ચોખ્ખી ઓફરનો ઓછામાં ઓછો ૧૫ ટકા હિસ્સો બિનસંસ્થાગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાંથી (એ) આ પ્રકારના હિસ્સાનો ત્રીજો ભાગ રૂા.૨,૦૦,૦૦૦થી વધારે અને રૂા.૧૦,૦૦,૦૦૦ સુધીની બિડ કરનાર બિડર્સ માટે અનામત રાખવામાં આવશે અને (બી) આ પ્રકારના હિસ્સો બે તૃતિયાંશ હિસ્સો રૂા.૧૦,૦૦,૦૦૦થી વધારે બિડ કરનાર અરજદારો માટે અનામત રાખવામાં આવશે, જેમાં શરત એ છે કે, આ પ્રકારના પેટા-કેટેગરીઓમાંથી કોઈ પણ અનસબસ્ક્રાઇબ હિસ્સાની ફાળવણી બિન-સંસ્થાગત બિડર્સની અન્ય પેટા-કેટેગરીમાં અરજદારોને ફાળવી શકાય છે, જે સેબી આઇસીડીઆરના નિયમનો મુજબ, ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. ઉપરાંત સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ સાથે સુસંગત રીતે, ચોખ્ખી ઓફરનો લઘુતમ ૩૫ ટકા હિસ્સો ફાળવણી માટે રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર રોકાણકારો સિવાય અન્ય તમામ સંભવિત બિડર્સને તેમના બેંક ખાતાની વિગત પ્રદાન કરીને (યુપીઆઇ બિડર્સના કેસમાં યુપીઆઈ આઇડી સહિત) એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”) પ્રક્રિયાનો ફરજિયાત ઉપયોગ કરવો જોઈએ, જેમાં યુપીઆઈ વ્યવસ્થા અંતર્ગત સ્પોન્સર બેંક(કો) કે એસસીએસબી દ્વારા બિડની રકમ બ્લોક થશે, જે ઓફરમાં સહભાગી થવા માટે જરૂરી હશે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા દ્વારા એન્કર રોકાણકાર પોર્શનમાં સામેલ થવાની છૂટ નથી.

(8:27 pm IST)