Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ઉપલેટામાં ટ્રેનમાંથી ઉતરવા જતા અકસ્માતે પડી જતા મોત

108 એ મૃત્યુ જાહેર કરતા પીએમ માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડેલ

ઉપલેટામાં પોરબંદરથી હાવડા જતી ટ્રેન માંથી સંબંધીને બેસાડીને ઉતરવા જતા ત્યારે અકસ્માતે પડી જતા મોત થયેલ છે

આ અંગેની વિગતે પ્રકારની છે કે ધોરાજીના અલ્તાફ અલી અજીજ  અલી મલેક( ઉંમર 52 ) ઉપલેટા રેલ્વે સ્ટેશન ટ્રેનમાં બેસાડવા આવેલ ત્યારે અકસ્માતે પડી જતા મોત થયેલ હતું ઉપલેટા રેલવે સ્ટેશન દ્વારા 108 ને જાણ કરતા 108 ઘટના સ્થળ ઉપર દોડી આવેલ હતી

108 એ મૃત્યુ જાહેર કરતા પીએમ માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડેલ હતી

ઉપલેટા રેલવે પોલીસ છે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

થોડા દિવસ પહેલા મોટી પાનેલી ગામે ઉત્તરવા જતા એક મહિલાનું પણ મોત થયેલ હતું

(9:45 pm IST)