Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મોરબીના પીપળી ગામની સીમમાથી વિદેશી દારૂના જથ્થા સાથે મોરબી તાલુકા પોલીસે એક શ્રમિક ઝડપ્યો

મોરબી તાલુકામાં પીપળી ગામની સીમમાથી વિદેશી દારૂના જથ્થા સાથે મોરબી તાલુકા પોલીસે એક શ્રમિકને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમ પીપળી ગામની સીમ, અક્ષત ટાઇલ્સ કારખાના પાસે પેટ્રોલિંગમાં હતી. જ્યાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો આરોપી અનિલ ચુનિલાલ લીલાપરા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની રૂપિયા ૧૦,૧૨૫ની કિમતની ૨૯ બોટલ સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી) મુજબ ગુનો નોંધીને આરોપી અનિલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:13 pm IST)