Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રાજુલાના દેવીપુજક સમાજ દ્વારા બોટાદ ખાતે બનેલ માસુમ બાળકી પર દુષ્કર્મની ઘટનામાં તત્કાલ ન્યાયની માંગ : પ્રાંત કચેરીએ આવેદન

બાળાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ફરિયાદીને ન્યાય મળે તે માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરાવી તત્કાલ ન્યાય મળે તેવી માંગ

રાજુલા ખાતે દેવીપુજક સમાજના અંદાજિત 450 થી 500 જેટલા ખોરડાઓ આવેલા છે કુલ નાના-મોટા 15,000 થી વધુ લોકોની સંખ્યા છે આજે 250 થી 300 જણા નાના-મોટા મહિલાઓ સહિત પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવવા આવી પહોંચેલ જેમાં તેમની માંગ અનુસાર બોટાદ ખાતે નવ વર્ષની માસુમ બાળાને કે જે તારીખ 15 1 2023 ના રોજ પતંગ લૂંટવા માટે ગઈ હતી તે સમયે ત્યાંના સ્થાનિક આરોપી દ્વારા આબાળાને અર્ધનગ્ન કરી દુષ્કર્મ કરી તેમનું મોત નીપજાવેલ છે માસુમાળાને ન્યાય મળે તેમના માતા-પિતાને ન્યાય મળે તે અંગે દેવી પુજક સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું આવું અ માનવીય કૃત્ય કરનાર આરોપીને ફાંસીની સજા થાય અને તત્કાલ ન્યાય મળે આ બાળાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ફરિયાદીને ન્યાય મળે તે માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરાવી તત્કાલ ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી જેમાં આગેવાનો સુરેશભાઈ, રમેશભાઈ રાણાભાઇ, રમેશભાઈ માવજીભાઈ, દયાળભાઈ ધનજીભાઈ, નાનુભાઈ હાજર રહ્યા હતા

(1:07 am IST)