Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

એટ્રોસીટીના દુરૂપયોગની ફરિયાદ સામે ભુજની પટેલ ચોવીસીમાં નારાજગી

દુકાનદાર યુવતીની છેડતી બાદ એટ્રોસીટીની ફરિયાદને પગલે દહિંસરા ગામ સજ્જડ બંધ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૦:  ભુજના દહિંસરા ગામે દુકાનદાર યુવતી દ્વારા ઉધાર આપવાની મનાઈ કરાયા બાદ ગ્રાહકે દુકાનદાર યુવતીની છેડતી કરવાના બનાવે ગામમાં ગરમાટો સજર્યો છે.

ગ્રાહક સામે પોલીસમાં ફરિયાદ કરાયા બાદ દુકાનદાર સામે એટ્રોસીટી એકટ હેઠળ સામી ફરિયાદ કરાયા બાદ દહીસરા ગામે સજજડ બંધ પાળ્યો હતો.

દરમ્યાન ભુજની પટેલ ચોવીસીમાં આ જ રીતે અન્ય જગ્યાએ પણ એટ્રોસીટી એકટનો ખોટો ઉપયોગ કરાયાના બનાવો બન્યા છે. એટ્રોસીટી એકટના દુરુપયોગની સામે પટેલ ચોવીસી દ્વારા નારાજગી વ્યકત કરી તંત્રને આવેદન અપાશે.

(10:22 am IST)