Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

મોરબી નાગરિક બેન્કના ચેરમેનપદે ઉપેન્દ્રભાઇ કાથરાણી તથા વા.ચેરમેન પદે આપાભાઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૨૦:  નાગરિક સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી.

ચેરમેન તરીકે ઉપેન્દ્રભાઈ કાથરાણીની નિયુકિત કરવામાં આવી હતી. તેમજ નાગરિક બેંકના વાઇસ ચેરમેન પદે આપાભાઇ કુંભરવાડિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાદ્યવજીભાઈ ગડારા, પ્રભુભાઈ ભૂત, અશ્વિનભાઈ કોટક, ચંદ્રિકાબેન પલાણ, ભુદરભાઈ મકવાણા, ભરતભાઇ મીરાણી સહિતના સભ્યોની હાજરીમાં આ બન્નેની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે અને નવા વરાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છા પાઠવી હતી.

(10:25 am IST)
  • ૨૪ કલાકમાં ૧૪ હજાર નવા કેસ, આંકડો વધવા લાગ્યોઃ મહારાષ્ટ્ર અને કેરળ આ બે રાજ્યોમાં જ ૧૦ હજારથી વધુ નવા કેસઃ ત્યારબાદ પુણેમાં પણ આંકડો ૧૦૦૦ ઉપર પહોંચી ગયો : ચિંતાજનક સ્થિતિના એંધાણ access_time 11:27 am IST

  • રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસક્રમથી માંડીને પરીક્ષાને લઇને હજુ કોઇ સ્પષ્ટતા નહી: વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને શિક્ષકો મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાયાં: ઉપરાંત પ્રાથમિક વિભાગમાં ક્યાંથી કોર્ષ ચલાવો અને શું ભણાવવું તે અંગે પણ સ્પષ્ટતા કરાઇ નથી ધો. 1થી 5માં આગામી દિવસોમાં શિક્ષણ શરૂ થાય તેવી શક્યતા access_time 1:17 am IST

  • ચૂંટણી એક બિમારી છે : રાજનીતિથી દૂર રહીશુઃ સરકાર પર ભરોસો નથી : એનડીટીવીના પત્રકાર નિધી કુલપતિ સાથેના ખાસ ઇન્ટરવ્યુમાં ખેડૂત આંદોલનના સુત્રધાર રાકેશ ટિકૈતે કહેલ કે ચૂંટણી એક બિમારી છે. અમે તેની નજીક પણ નહિ જઇએ. રાજનીતિથી દૂર રહીશું આ સરકાર ઉપર અમને ભરોસો નથી. access_time 10:20 am IST