Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ગોંડલના ભરૂડી ટોલ પ્લાઝા ટ્રાફિક જામથી આસપાસના ઉદ્યોગપતિઓ પરેશાન

કારખાનાઓમાં નાના મોટા વાહન ચાલકો ફેરો કરવા આવવા રાજી નથી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા. ૧૯: ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ટોલ પ્લાઝા ફાસ્ટટેગ કારણે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી રહી હોય વિના વાંકે ગ્રામજનો અને આસપાસના કારખાનેદારોને પરેશાની ભોગવવી પડી રહી છે.

ભરૂડી ગ્રામજનો અને આસપાસના ઉદ્યોગપતિઓને થતી પરેશાનીની અંગે ભરૂડી આગેવાન ધર્મરાજસિંહ મંગળસિંહ જાડેજા, તુલસી એગ્રો (અંકુરભાઈ કનેરીયા) - વિપુલભાઈ જાવીયા (એરિષ ગ્લોબલ ફોર્જિંગ - નિકુંજભાઈ (એકિટવ ટેકનોકાષ્ટ) ક્રિષ્ના એગ્રી ઇન્ડસ્ટ્રીઝ સંજયભાઈ કાલાવડીયા સહિતનાઓએ જણાવ્યુ હતું કે ભરુડી ટાઙ્ખલ પ્લાઝા ખાતે પૂરતા કર્મચારીઓ નથી પૂરતા પ્રમાણમાં સેન્સરના ઉપકરણો નથી જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી છે આસપાસના કારખાનેદારોને રોજિંદા ત્રણથી ચાર વખત શાપર વેરાવળ જવાનું થતું હોય છે ટ્રાફિક જામના કારણે અગત્યનાં કામો પણ અટકી રહ્યા છે નાના-મોટા ગુડ્સ વાહનો ફેરા કરવા રાજી થતા નથી તેમજ ટોલ પ્લાઝા ટ્રાફિક જામથી કંટાળી વાહનચાલકો ભરુડી ગામ તરફ આવતા હોય ગ્રામજનો ને જીવનું જોખમ વધી જવા પામ્યુ છે આ અંગે ટોલ પ્લાઝાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી આ અંગે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન છેડવામાં આવશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

(11:29 am IST)
  • ગુજરાત સ્થિત ટોરેન્ટ પાવર કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં વીજ વિતરણ કંપનીના 51 ટકા ખાનગીકરણ માટે સૌથી ઊંચી બોલી લગાવનાર કંપની બની છે. access_time 9:57 pm IST

  • ભારતમાં આઝાદી બાદ પહેલીવાર મહિલાને લગાવશે ફાંસી :પવન જલાદ નિર્ભયાના દોષીઓને બાદ હવે શબનમને આપશે ફાંસી : મથુરા જેલમાં તમામ તૈયારીઓ પૂર્ણ : પવન જલાદે કહ્યું બોલાવાની રાહ જોઈ રહ્યો છું access_time 1:10 am IST

  • ૨૪ કલાકમાં ૧૪ હજાર નવા કેસ, આંકડો વધવા લાગ્યોઃ મહારાષ્ટ્ર અને કેરળ આ બે રાજ્યોમાં જ ૧૦ હજારથી વધુ નવા કેસઃ ત્યારબાદ પુણેમાં પણ આંકડો ૧૦૦૦ ઉપર પહોંચી ગયો : ચિંતાજનક સ્થિતિના એંધાણ access_time 11:27 am IST