Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

સાળંગપુરમાં શ્રીકષ્ટ ભંજનદેવ હનુમાનજીની મુર્તિની પ્રતિષ્ઠા કરનારા પૂ.ગોપાળાનંદ સ્વામિજીના પ્રાગટય દિવસની ઉજવણી

વાંકાનેરઃ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરનારા સ્વામી પૂ.ગોપાલાનંદ સ્વામીજીના આજે ૨૪૦ માં પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રૃંગાર કરાયો હતો અને પૂ. ડી.કે. સ્વામી મહારાજે આરતી ઉતારી હતી. મુમુક્ષજીવોના ભુતપ્રેતાદિક કષ્ટોને નષ્ટ કરવા સાળંગપુર ખાત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરની સ્થાપના કરનાર યોગીારાજ ગોપાળાનંદ સ્વામી એક સિદ્ધ પુરૂષ હતા સ્વાનારાયણ સંપ્રદાયમાં સ્વામીને અક્ષરમૂર્તિ તરીકે લેખવામાં આવ્યા છે. શ્રીજી મહારાજના સાનિધ્યને કારણે સદગુરૂ ગોપાળાનંદ સ્વામીનો મહિમા ખુબ વિસ્તર્યોછે સદ્દગુરૂ ગોપાળાનંદ સ્વામીની જન્મ જયંતી આજે દરેક મંદિરોમાં ભાવપૂર્વક ઉજવાય છે. સ્વામીનો જન્મ ઇડરના ટોરડા ગામે વિ.સ.૧૮૩૭ ના મહા સુદ-૮ને સોમવારના રોજ થયો હતો સ્વામીનું પૂર્વાશ્રમનું નામ ખુશાલ ભટ્ટ હતું અને તેઓ ઔદિચ્ય બ્રાહ્મણ કુળના હતા.સદ્દગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની આજે ર૪૦ મી જન્મ જયંતી નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પ.પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, અથાણાવાળા, પ.પૂ. કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી, પુજારી વિગેરે સંતમંડળ દ્વારા ગોપાળાનંદ સ્વામીનું વિશેષ પુજન સવારે ૬ વાગ્યે શણગાર આરતી સવારે ૭ વાગ્યે કરવામાં આવી હતી. તથા મંદિરની યજ્ઞશાળામાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાંં આવ્યું હતું. (તસ્વીર -અહેવાલ : હિતેશ રાચ્છ-વાંકાનેર)

(11:31 am IST)