Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ભુજ પોસ્ટલ કૌભાંડમાં મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કરના આગોતરા જામીન નામંજૂર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૦:  કચ્છ સહિત ગુજરાતભરમાં ચકચારી બનેલ ભુજના પોસ્ટલ બચત કૌભાંડમાં મહિલા એજન્ટની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.

કચ્છ પોસ્ટલ સર્કલ દ્વારા જાહેર કરાયેલા ૮ કરોડના પોસ્ટલ કૌભાંડમાં ૩૪ લાખની પોલીસ ફરિયાદ કરાઈ ત્યારથી આ સમગ્ર કૌભાંડ વધુ ચર્ચામાં આવી ગયું છે. મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠકકર તેના પતિ સચિન ઠકકર અને પુત્ર એમ ત્રણ ઉપરાંત અન્ય ત્રણ પોસ્ટલ કર્મીઓ સામે ગુનો નોંધાયો છે.  જે પૈકી પ્રજ્ઞા ઠક્કરે ભુજ કોર્ટમાં પોતાની ધરપકડ ટાળવા આગોતરા જામીનની અરજી કરી હતી. જે અરજીની સુનાવણી કરતા દશમા અધિક સેશન્સ જજ આર.વી. મંદાણીએ આગોતરા જામીન અરજી રદ્દ કરતો ચુકાદો આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ધારદાર દલીલો કરી હતી.

(11:32 am IST)