Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

પોરબંદરના કુછડીમાં નવુ બંદર બનાવવાની હિલચાલ સામે ખારવા સમાજમાં રોષઃ સોમવારે ફિશીંગ ઉદ્યોગ બંધનું એલાન

નવા બંદરના નિર્માણના સ્થળ અંગે મુખ્યમંંત્રીએ આપેલુ વચન પળાશે કે કેમ? માછીમારોમાં પ્રશ્નઃ ચુંટણી સમયે બંધના એલાનથી રાજકીય ગરમાવોઃ શહેરથી દુર બંદર નિર્માણથી અનેક પ્રશ્નોઃ કલેકટરને આવેદન અપાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૦: કુછડી દરીયા કાંઠે સહકાર દ્વારા નવુ બંદર બનાવવાની હિલચાલ સામે ખારવા સમાજે રોષ વ્યકત કરીને  સોમવારે તા. રર મીએ ફિશીંગ ઉદ્યોગ બંધ રાખવાનું એલોાન સમસ્ત ખારવા જ્ઞાતિના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇએ કરેલ છે. બંધ દરમિયાન ખારવા સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાશે.

સરકાર દ્વારા કુછડી દરીયાકાંઠે નવુ બંદર બનાવવાની અગાઉ સરકાર દ્વારા જાહેરાત સામે તે સમયે ખારવા સમાજે વિરોધ કરીને રજુઆત કરતા મુખ્યમંત્રીએ નવુ બંદર ખારવા સમાજની માંગણી મુજબ જુના બંદર માયલાવાડીમાં બંદર બનશે તેવુ વચન આપ્યું હતું. પરંતુ નવુ બંદર કુછડી કાંઠે બનાવવાની હિલચાલ શરૂ થતાં ખારવા સમાજે રોષ વ્યકત કરીને વિરોધ દર્શાવવા સોમવારે તા.રરમીએ ફિશીંગ ઉદ્યોગ બંધ રાખવા એલાન કરેલ છે.

ખારવા સમાજમાં વાણોટ પ્રેમજીભાઇ ખુરાદઇના અધ્યક્ષસ્થાને ખારવા સમાજના પંચ પટેલ ટ્રસ્ટીશ્રીઓ અને બોટ એસોસીએશનના પ્રમુખશ્રી તેમજ કમીટી મેમ્બરશ્રીઓ, પિલાણા એસોસીએશનના પ્રમુખશ્રી તેમજ કમીટી મેમ્બરશ્રીઓની કુછડી મુકામે ફેઇઝ-ર બંદર બનાવવા અંગેના વિરોધ બાબતની મીટીંગ મળેલ જેમાં જણાવેલ કે આધારભુત સુત્રોમાંથી જાણવા મળેલ કે બંદર કુછડી જ બનશે તેવા સમાચાર ખારવા સમાજને મળતા ખારવા સમાજનો સખ્ત વિરોધ હોવા છતા પણ સરકારશ્રી તરફથી પોરબંદરથી અંદાજીત ૧૦ થી ૧ર ીક.મી. દુર કુછડી ગામે ફેઇઝ-ર બંદર બનવા જઇ રહયું હોય તેનો ખારવા સમાજ સખ્ચ વિરોધ કરે છે. અગાઉ રૂબરૂમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વચન આપેલ કે ખારવા સમાજનો વિરોધ હોય તો કુછડી ગામે બંદર નહી બનાવીએ તેવું અમને વચન આપેલ હતું. તેમના વચનને માન આપીને ઇતિહાસમાં પ્રથમ વખત ખારવા સમાજે ભાજપને ખુલ્લામાં જાહેર ટેકો આપેલ અને ભાજપમાં જોડાયેલ હતું. છતા પણ જાણવા મળેલ કે બંદર કુછડી બનાવવાનું નક્કી કરેલ હોય તેના વિરોધમાં તા. રર સોમવારના રોજ એક દિવસ માટે ખારવા સમાજ તેમના મચ્છીને લગતા તમામ કામ ધંધા જેવા કે એકસપોર્ટસ, ડીઝલ પંપ, આઇસ ફેકટરી, કસર, મચ્છી માર્કેટ, સપ્લાયરો, ડ્રાયફીશ એસોસીએશન તથા મચ્છીને લગતા તમામ કામ ધંધા બંધ રાખવામાં આવશે અને આ અંગે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવશે તેમ મીટીંગમાં નક્કી કરેલ છે.

(11:34 am IST)