Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

મોરબીના ત્રિકોણબાગ નજીક અકસ્માતમાં ઇજા થતા અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૯: મોરબીના ત્રિકોણબાગ વિસ્તારમાં રાહદારી આધેડને અજાણ્યા વાહનચાલકે અડફેટે લઇ ઈજા પહોંચાડી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર રત્નાકર એપાર્ટમેન્ટના રહેવાસી વર્ષાબેન કાનાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા વાહનચાલકે તેનું વાહન પુરઝડપે ચલાવી નીકળતા ત્રિકોણબાગ પાસે તેના પતિ અતુલભાઈ કાનાણી ચાલીને જતા હોય જેને અડફેટે લઈને માથામાં હેમરેજ તેમજ પગમાં ફેકચર જેવી ઈજા પહોંચાડી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો એ ડીવીઝન પોલીસે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વાગડિયા ઝાપા નજીક વરલીનો જુગાર રમતા ઝડપાયો

માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાગડિયા ઝાપા નજીક એક ઇસમ જાહેરમાં વરલીનો જુગાર રમતો હોય જેથી પોલીસે સ્થળ પર પહોંચીને આરોપી સિકંદર સુભાન જેડા (ઉ.વ.૨૦) રહે મોટી બજાર માળિયા વાળાને ઝડપી લઈને જુગારનું સાહિત્ય અને રોકડ રકમ રૂ ૪૪૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:37 am IST)