Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

જુનાગઢ જેલના ફરાર પાકા કામના કેદીને રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો

મોટી પાનેલીના લાલજી પરમારને દબોચી લઇ જેલમાં ધકેલી દેવાયો

રાજકોટ, તા., ર૦: જુનાગઢ જેલના ફરાર પાકા કામના કેદીને મોટી પાનેલીમાંથી રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસપી બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ   એ.આર.ગોહીલ તથા પીએસઆઇ વી.એમ.કોલાદરા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે જુનાગઢ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઇ ગયેલ પાકા કામનો કેદી લાલજી કલાભાઇ પરમાર કોળી રે. મોટી પાનેલી ગામે આવ્યો હોવાની બાતમી મળતા તેને દબોચી લઇ જુનાગઢ જેલમાં ધકેલી દેવાયો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. સંજયભાઇ પરમાર, ડાંગર, શકિતસિંહ જાડેજા, મહેશભાઇ જાની, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, પો.કો. નારણભાઇ પંપાણીયા તથા કૌશીકભાઇ જોષી રોકાયા હતા.

(12:37 pm IST)