Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

રાજકોટ જિલ્લામાં સ્ટાર પ્રચારક તરીકે પ્રથમ સભા

કાલે પડધરી, હળવદ, મોરબીમાં મંત્રી રૂપાલા સભા ગજાવશે

પડધરીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

રાજકોટ, તા. ૨૦ :. ભાજપના સ્ટાર પ્રચારક કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમ રૂપાલા આવતીકાલે રવિવારે હવાઈ માર્ગે રાજકોટ અને મોરબી જિલ્લાના ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે.

શ્રી રૂપાલા કાલે સવારે ૯.૩૦ વાગ્યે અમદાવાદથી રાજકોટ એરપોર્ટ પર પહોંચી સીધા પડધરી પહોંચશે, ત્યાં એસ્સાર પેટ્રોલ પંપ પાસે, પડધરી બાયપાસ પર ભાજપના તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન કરી સભા સંબોધશે. ત્યાંથી રાજકોટ થઈને બપોરે ૩.૧૫ વાગ્યે હળવદ પહોંચશે. ત્યાં ટીકર ખાતે ૪ વાગ્યે સભા ગજાવશે. સાંજે ૫.૩૦ વાગ્યે મોરબી હેલીપેડ પર પહોંચશે. ૮.૩૦ વાગ્યે મોરબીના મહેન્દ્રનગરમાં જાહેરસભા સંબોધશે. તેમના કાર્યક્રમનની વધુ માહિતી માટે મો. ૮૪૬૯૫ ૮૮૫૮૮ ઉપર સંપર્ક સાધી શકાશે.

(12:40 pm IST)
  • કોરોના સામે ફરી જંગ શરૂ: મુંબઈમાં ૧૩૦૯ બિલ્ડીંગો સીલ કરી દેવાયા:મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું છે કે મુંબઈમાં કુલ ૧૩૦૯ બિલ્ડિંગો સીલ કરી દેવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ પાંચથી વધુ કોરોના કેસ જે બિલ્ડીંગમાં મળે તેને સીલ કરી દેવાશે તેવું જાહેર થયું છે. access_time 7:57 pm IST

  • કર્ણાટકના રાજયપાલ અને રાજકોટના વતની વજુભાઈ વાળા મતદાન કરવા કાલે રાજકોટ આવી રહ્ના છે access_time 12:01 pm IST

  • નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (NHAI)નો મોટો નિર્ણય, ૧ માર્ચ સુધી ફાસ્ટેગ FREE access_time 4:51 pm IST