Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ઘરમાં સામાજીક ચર્ચા બાબતે માઠુ લાગી આવતા જામનગરના યુવાનનો આપઘાતઃ વહુના જવાબથી સસરાએ જીંદગી ટૂંકાવી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: અહીં જી.જી.હોસ્પિટલના વોર્ડ નં.૪ ના ડોકટર હેમાંગ કે. આચાર્ય એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મિલનભાઈ રમેશભાઈ દોંગા, ઉ.વ.રપ, રે. વૃંદાવન સોસાયટીના ઘરના વડીલો ઘર બાબતેની સામાજીક ચર્ચા અંગે ભેગા થયેલ અને ચર્ચા દરમ્યાન મીલનને માઠુ લાગી આવતા ઘરમાં પડેલ ઉંદર મારવાની દવા પી લેતા મૃત્યુ પામેલ છે.

પૌત્રીના રમવા બાબતે સસરાએ વહુને ઠપકો આપતા

 અહીં રણજીતસાગર રોડ, સરદાર પાર્ક–ર, જામનગરમાં રહેતા ઉદીત રમેશભાઈ અભંગી, ઉ.વ.ર૯, એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  રમેશભાઈ બાબુભાઈ અભંગી, ઉ.વ.૬૦, રે. રણજીતસાગર રોડ, સરદાર પાર્ક–ર, ને બીપી તથા ડાયાબીટીસની બિમારી હોય અને પોતાના દિકરાની દિકરી ઘરે બહાર રમતી હોય જે બાબતે તેની માતાને કહેલ કે તમો ઘ્યાન રાખતા નથી દિકરીનું જેથી તેની માતાએ કહેલ કે એ દરરોજ ત્યાં જ રમે છે જેથી રમેશભાઈ ને લાગી આવતા ઘરેથી નીકળી હાપા યાર્ડના રસ્તે અંબીકા સ્કુલની સામે બાવળની ઝાડીમાં જઈ ઝેરી દવા પી લેતા મૃત્યુ પામેલ છે.

રાજીવનગરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, રાજીવનગર ખેતીવાડીના ખુણા પાસે, જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૪૭૦/– ના મુદામાલા સાથે ઝડપાઈ ગયેલ છે.

માસીયાય બેનનું મોત થતા લાગી આવતા આયખું ટુકવ્યું

જોડીયા તાલુકાના જશાપર ગામે રહેતા કાળીદાસભાઈ અમરદાસભાઈ ટીલાવત એ જોડીયા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  સાવનભાઈ કાળીદાસભાઈ ટીલાવત, ઉ.વ.ર૮, રે. જશાપર ગામવાળા ને તેના માસીયાઇભાઈ અરવિંદભાઈની દિકરી તોરલ સાથે નાનપણથી ભાઈ–બહેન તરીકે સાથે રહેતા હોય અને તોરલબેન કોઈ માંદગીને કારણે મરણ ગયેલ હોય જેના આઘાતમાં કોઈ ઝેરી દવા પી લેતા સારવારમાં લાવતા મૃત્યુ પામેલ છે.

જૂના અદાવતનું મનદુઃખ રાખી તલવાર વડે હૂમલો

સીટી બી પોલીસ સ્ટેશનમાં સબીરભાઈ યુસુફભાઈ સાયચા એ ફરીયાદ નોંધાવી છે કે, જોડીયા ભુંગા, હુશેની ચોક આગળ, આરોપીઓ અમીનાબેન, મોનીનાબેન, આમદભાઈ ચાવડા, ઈશાક, હુશેન આમદભાઈ ચાવડા, રે. જોડીયા ભુંગાવાળા એ ફરીયાદી સબીરભાઈની સાથે જુના મનદુઃખ કારણે આરોપી અમીનાબેન તથા મોનીનાબેન એ ગાળો કાઢી અને ત્યારબાદ આરોપી આમદભાઈ ચાવડા, ઈશાક, હુશેન આમદભાઈ ચાવડા એ આવેલ અને ફરીયાદી સબીરભાઈ સાથે ઝપાઝપી કરવા લાગેલ અને આરોપી આમદભાઈ એ છરી લઈને આવેલ તથા આરોપી ઈશાક લોખંડનો પાઈપ લઈને આવેલ અને ફરીયાદી સબીરભાઈને પગના ભાગે એક ઘા કરી મુઢ ઈજા કરેલ તથા આરોપી હુશેન એ તલવાર લઈને આવેલ અને ઝપાઝપી દરમ્યાન તલવાર ફરીયાદી સબીરભાઈને માથાના કપાળના ઉપરના ભાગે ડાબી બાજુએ ઈજા થતા સારવારમાં ત્રણ ટાકા આવેલ તથા આરોપીઓએ વારાફરતી આવી ફરીયાદી સબીરભાઈને તલવાર તથા પાઈપ વડે ઈજા કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા મહિલાનું મોત

અહીં ગાયત્રી ચોક, મીલન સોસાયટીમાં રહેતા ગીરીરાજસિંહ અનોપસિંહ ઝાલા, ઉ.વ.રપ એ સીટી બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, હંસાબા અનોપસિંહ ઝાલા, ઉ.વ.૪૭, રે. નવાગામઘેડ, મીનલ સોસાયટી, ગાયત્રી ચોકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા સારવારમાં લઈ આવતા  મૃત્યુ પામેલ છે.

(12:41 pm IST)
  • નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (NHAI)નો મોટો નિર્ણય, ૧ માર્ચ સુધી ફાસ્ટેગ FREE access_time 4:51 pm IST

  • કર્ણાટકના રાજયપાલ અને રાજકોટના વતની વજુભાઈ વાળા મતદાન કરવા કાલે રાજકોટ આવી રહ્ના છે access_time 12:01 pm IST

  • બલુચિસ્તાનમાં બે આતંકી હુમલા : પાકિસ્તાનના પાંચ સૈનિકોના મોત :અન્ય બે ઘાયલ : ફ્રન્ટિયર કોર સૈનિકોને નિશાન બનાવી બ્લુચિસ્તાનની રાજધાની ક્રેટાનાં બાહરી વિસ્તાર અને કોહલુ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કરાયો હુમલો: રિમોટ સંચાલિત બોમ્બને બાઈકમા રાખીને ફ્રન્ટિયર કોરના કાફલાને નિશાન બનાવ્યો access_time 11:24 pm IST