Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

જામનગરમાં હોમગાર્ડના મતદાનમાં થયેલ વિવાદનો મામલો મતદાન પૂર્વે ફરી વકર્યો :કોંગ્રેસ દ્વારા જવાબદારો સામે પોલીસ ફરિયાદની માંગણી

ધારાસભ્ય વિક્રમ માડમે ચૂંટણી પહેલા જ કલેકટર કચેરીએ કોંગ્રેસી કાર્યકરો સાથે વિરોધ: કાલના મતદાન નિષ્પક્ષ નહિ થાય તેવો અંદેશો વ્યક્ત કર્યો

જામનગરમાં હોમગાર્ડના મતદાનમાં થયેલ વિવાદનો મામલો મતદાન પૂર્વે ફરી વકર્યો છે. કોંગ્રેસ દ્વારા જવાબદારો સામે પોલીસ ફરિયાદની માંગણી કરવામાં આવી છે.કોંગ્રેસના ધારાસભ્ય, શહેર પ્રમુખ સહિતના આગેવાનો કલેકટર કચેરીએ પહોંચ્યા છે. ધારાસભ્ય વિક્રમ માડમે ચૂંટણી પહેલા જ કલેકટર કચેરીએ કોંગ્રેસી કાર્યકરો સાથે વિરોધ સાથે કલેકટર સામે આક્ષેપો કરી આવતી કાલના મતદાન નિષ્પક્ષ નહિ થાય તેવો અંદેશો વ્યક્ત કર્યો છે. બેલેટ પેપરથી હોમગાર્ડની ચૂંટણી પ્રક્રિયાને લઈને ગંભીર આક્ષેપ થતા સમગ્ર મામલો ગરમાયો છે.( તસવીર કિંજલ કારસરીયા જામનગર)

(7:46 pm IST)