Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

પોરબંદરના પીએસઆઇ કે.એ. સાવલીયા ઉપર સુરતમાં હુમલો

મોબાઇલના લોકેશનને આધારે છેતરપિંડીના કેસના આરોપીને પકડવા સુરત જતાં આરોપી તથા પકડવા સુરત જતાં આરોપી તથા તેના સાગરિતો હથિયારો વડે તુટી પડયાઃ પીએસઆઇ તથા તેની સાથેના પોલીસ કર્મચારીઓને ઇજાઃ સારવારમાં

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૦ : કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. કે.એ. સાવલિયા શહેરના છેતરપિંડીના કેસના આરોપીને પકડવા સુરત  ગયાં ત્‍યારે સુરતમાં આરોપી અને સાગરીતોએ પીએસઆઇ કે.એ.સાવલિયા ઉપર હથિયારો વડે હુમલો કરીને પીએસઆઇ ઇજા પહોંચાડેલ પી.એસ.આઇ. કે.એ.સાવલિયા સાથે રહેલા અન્‍ય ર પોલીસ કર્મચારીઓને પણ આ હુમલામાં ઇજા થઇ હતી.

કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ કે.એ.સાવલિયા તથા તેની ટીમે શહેરના છેતરપિંડીના એક આરોપીને પકડવા સુરત ગયા હતા. ત્‍યારે આરોપી તથા તેના સાગરીતોએ મોકો શોધીને  તેની પાસે રહેલા હથિયારો વડે પીએસઆઇ કે.એ.સાવલીયા તથા તેની ટીમના સભ્‍યો ઉપર હુમલો કરેલ. જેમાં ઇજા પામેલ પીએસઆઇ કે.એ. સાવલિયા તથા તેની તેમની ટીમના ર પોલીસ કર્મચારીઓ ત્રણેયને ઇજા થતા સારવાર માટે નજીકની હોસ્‍પિટલે ખસેડાયેલ છે.

છેતરપિંડીના કેસના આરોપી પોરબંદરથી નાસતો ફરતો હોય અને આ આરોપી સુરત ઇચ્‍છાપોળ વિસ્‍તારમાં હોવાનું પોલીસને આરોપીના મોબાઇલના આધારે લોકેશન મળી જતા પોરબંદરથી પી.એસ.આઇ. કે.એ.સાવલીયા અને ટીમ આરોપીને પકડવા સુરત પહોંચી હતી. ત્‍યારે આરોપી અને તેના સાગરિતોએ હુમલો કર્યો હતો.

(1:44 pm IST)